________________
ચેતતો રહેજે – વરસાદ આવે છે. ગાંઠો ફૂટશે - ત્યારે ભ્રમ ભાંગશે. તમારી કૃપા કરુણા સિવાય તથા તમારા સંગ સિવાય કશું જ સમજાતું નથી. તમારી હાજરી જ સર્વસ્વ છે તેમ પ્રમાણ સહિત સમજાયું છે. તો આશીર્વાદ આપશો.
એ જ વિજ્ઞપ્તિ
અમારા પ્રણામ.
આપનો દાસાનુદાસ ચંદ્રકાંત.
(૨) પ્રમાદ
આજ્ઞા અને જે ભેદક જ્ઞાન પરમપુરૂષથી પ્રાપ્ત થયું તેના ઉપયોગમાં કયા સંજોગો કયા ભાવો, કયા પદાર્થો, કયા સંબંધો, કઈ ઈચ્છાઓ ક્યાં ક્યાં આકર્ષણરૂપે બાધા કરનાર થાય છે. હજુ કઈ લાલસા મોહ તેને ખેંચે છે. આ જગતની કઈ માન્યતાઓ તેને નિજ ધ્યાનથી ચલાવે છે. ક્યાં ભયસ્થાનો છે, જે તેને પુરૂષાર્થમાં બાધારૂપ થાય છે. તેનો આ જીવે સૂક્ષ્મપણે અથાક પ્રયત્ને જાગ્રતપણે વિચાર કર્યો નથી. જાત શત્રુઓ જાણતો નથી ચતાં આશ્ચર્ય છેકે ભૂલો પડ્યો ત્યાંથી ફરીથી ગણતો-પ્રતિક્રમણ વગેરેથી નિર્મળ થતો, મંદ ઉત્સાહી છતાં મોક્ષ અને મોક્ષદાતા જ્ઞાનીને ભૂલતો વળગી રહ્યો છે. દ્રઢ નિશ્ચય કર્યો નથી. દ્રઢ નિશ્ચયને સમજ્યો પણ નથી કારણ ફરી ફરી નિશ્ચય કર્યે જાય છે. નિશ્ચય લક્ષરૂપ રાખી તેમાં દ્રઢ પ્રહારી થતો નથી. છતાં કર્મરૂપી શત્રુથી મુકાતો ૫૨મ શાંતરસનો અનુભવ કર્યો હોવાથી જેની બધી જ વૃત્તિઓ શાંત થઈ છે, તે પણ આશ્ચર્ય છે. અતિક્રમણ થઈ ગયા પછી સંજોગ વીખરાતાં ફરીથી નિજસ્વરૂપનું સ્મરણ થાય છે અને પ્રતિક્રમણ કરી ઉત્સાહી બની ધ્યાનમગ્ન થાય છે. આ કેવું આશ્ચર્ય છે. આમ કરતાં કરતાં પણ
શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ.
Jain Education International
૪૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org