________________
(૧) સત્પુરૂષનું યોગ બળ સારાય જગતનું કલ્યાણ કરો.
પરમ સત્ પામ્યા પછી પરમ સત્ ચિત આનંદને પ્રત્યક્ષ નિહાળ્યા પછી તેનો અનુભવ સન્મુખ જોયા જાણ્યા પછી; સત્ સત્ અનુપમ - અદ્ભુત છે તે પ્રત્યક્ષ પ્રમાણ સહિત પરિણામ રૂપ મૂર્તિમંત જોયા જાણ્યા પછી પણ હે જીવ અનાદિનો અધ્યાસ છુટતો નથી તો કરૂણા - ખાવા સિવાય શું બાકી રહે ?
પુરૂષાર્થને સમજ્યા નથી - અને કાયમ પરસત્તા મારું રક્ષણ કરે - પારકા મારા માટે પુરૂષાર્થ કરે - મને બધું તૈયાર મળે - જાદુ થઈ જાય – હું બધું પામી જાઉં. મારે કશું જ વિચારવાનું નહિ. આજ્ઞા પાળવી તે પણ ક૨વાપણું જ છે - તો પછી એ પણ કેમ - ભાવ ક૨વો કરાવવો એ પણ કર્તાપણું છે - મારે કશું જ કરવાનું નહિ. બસ જાદુ થઈ જાય !
આ મેળ કેમ કરી ખાય ? અનાદિની ટેવ - અવળું જ અવળું. જ્ઞાની ભગવંતની દૃષ્ટિ - તેની સમજણ - તેમની રીત તેમનો આશય કોઈ મહાભગવંતને સમજાય. સત્સંગ પણ જ્ઞાની આજ્ઞાએ થાય, સ્વબોધ પણ જ્ઞાની આજ્ઞાએ થાય. જ્ઞાનીની પણ સમજણ માગી લે છે.
આજ દિન સુધી પ્રારબ્ધને પુરૂષાર્થ માની અવળું જ ચાલ્યા છીએ. હવે સમજાય છે કે જ્ઞાની ભગવંતથી થોડા પણ દૂર ગયા તેમાં ખોટ સિવાય બીજું કશું નથી. બુદ્ધિમાં તડ પડી છે પણ તૂટી નથી. દાદાનો શબ્દે શબ્દ યાદ આવે છે - અહંકાર ઘસાયો છે, ખૂટ્યો નથી. ખેતર ખેડી નાંખ્યું હાશ થઈ પણ જ્ઞાનીએ કહેલું કે
Jain Education International
શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ.
૪૦૦
For Private & Personal Use Only
www.jainelibrary.org