________________
તારે પ્રિય નામ ઝણકે નહીં તો દયા કરીને પળેક ઉભો રહેજે. પાછો 1 ના જતો. તારી હાકથી મારું નિંદ્રાબેન ભાગે નહીં તો વજવેદના વડે આ મને વગાડજે. પાછો ના જતો. સહજાનંદઘન સાદર જિન સ્મરણ.
(૧૨)
હંપી. તા. ૨૯-૧૦-૬૩ સ્વરૂપ જિજ્ઞાસુ મુનિજી,
પત્ર યથા સમય મળ્યો. સર્વ વિગત ધ્યાનમાં લીધી. જ્યોતિષ વિષયને અપરમાર્થિક જાણી તેનું અધ્યયન મેં ચાહીને નથી કર્યું.
તપ અને સદ્ વિચારના અવલંબને પણ વાસના જય ન થતો હોય તો ત્રણ કલાક પર્યત મૂલબંધ કાયમ રાખવો. અપાનવાયુ દ્વારા ગુદા સંકોચી રાખવી તે મૂલબંધ કહેવાય. તેની સહાયતા માટે કપડાંની નાની ગેંદ બનાવી બન્ને ગેંદા નાળીની વચ્ચે દબાવી પદ્માસન કે સિદ્ધાસને બેસવાની આદત પાડવી. શઈર્ષાસન કે સર્વાગઆસન ઊર્ધ્વ પ્રમાસન પૂર્વક માં અડધો કલાક જપ અવશ્ય કરવા. થાક લાગે ત્યારે આસનો બદલો અને જપ કર્યો જવો.
(૧૩)
રાજપુર - દહેરાદુન. તા. ૪-૯-૬૦ કષ્ટના સમયે સમરસ રહી આત્મ સ્મરણ અને ધ્યાન કરે છે તે - નિકટ ભવાનું લક્ષણ જાણવું. તે પ્રમાણે પ્રયત્ન કરીએ તો નિકટ ભવી છે જ થઈ શીધ્ર ભવચ્છેદ કરી શકીએ. ભલે અધરાનું અધરું સહેલું થાય છે ? 05 શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ. ક ક
૩૭૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org