________________
વિજ્ઞાનયુગ અને ભૌતિકવાદના પ્રભાવથી જીવન જીવતા માનવીને ટી.વી.ની સીરીયલો અને અનર્થ દંડકારી એવા નાટકસિનેમા અને સરકસના ખેલ જોવા માટે ફુરસદ મળે છે તેવા લોકોને તો જૈન દર્શનના ઉત્તમોત્તમ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનાં દર્શન પણ દુર્લભ છે ત્યારે સરળ ગુજરાતી ભાષામાં લખાયેલા પત્રો વાંચવા માટે થોડી કુરસદ કાઢીને પુરૂષાર્થ કરવામાં આવે તો જૈન દર્શનનાં કેટલાંક રહસ્યો અને તત્ત્વભૂત વિચારોને અવશ્ય જાણી શકાય તેમ છે એટલે પત્ર સાહિત્ય જૈન દર્શનના અભ્યાસનું એક મહત્ત્વનું સાધન છે.
આ પત્રો વિહાર સમયમાં અને ચાતુર્માસમાં એક સ્થળે સ્થિરતા દરમ્યાન લખાયેલા હોવાથી સુખશાતા - વિહારમાં અનુકૂળતા – તપસ્યાની મહોત્સવની અનુમોદના - ક્ષમાપના - પુસ્તક લેખ મળ્યા છે. આદિ ઔપચારિક વિગતોનો તેમાં સમાવેશ થયો છે. આ વિગતો બાદ કરતાં બાકીનું લખાણ આધ્યાત્મિક સાહિત્યની કક્ષાનું હોઈ પત્રો મૂલ્યવાન ગણાય છે.
આચાર્ય બુદ્ધિસાગરસૂરિ, આ. ભુવનભાનુસૂરિ અને પ.પૂ.પં. પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી, આ. વલ્લભસૂરિના પત્રોની સંખ્યા મોટી છે. આ પત્ર લેખકોના પત્રો જ એવી ઊંચી કક્ષાના છે કે પ્રત્યેકનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાથી એ માહિતી પ્રધાન ગ્રંથ બની શકે કે જેના આધારે ચિંતન-મનન યુક્ત વિચારોની અપૂર્વ સામગ્રી પ્રાપ્ત થઈ શકે છે. અહીં સંખ્યાથી મૂલ્યાંકન કરવાનું નથી પણ તેમાં રહેલી વસ્તુવિચારધારા ભવ્યાત્માઓને કેટલે અંશે પ્રેરક-માર્ગદર્શક બનીને જીવન
સન્માર્ગે પ્રવૃત્ત થાય તે મહત્ત્વનું છે. સંખ્યા એ જૈન પત્ર સાહિત્યની છે. વિરાટ સૃષ્ટિનું સૂચન કરે છે તે પણ નોંધપાત્ર ઘટના છે.
૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org