SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જ અનુભવસિદ્ધ વિચારો પ્રગટ થયા છે. Divine experience is such that cannot be expressed in words. It is a secret matter of one's own spritual experience which is composed in words to some extent. જિન હિ પાયા તિન હિ છિપાયા, કહત ન કોઉ કો કાનમેં તાલી લાગી જળ અનુભવ કી, તબ લહે કોઉ કો સાનમેં હમ.. જસવિજયજીની શાંતિનાથના સ્તવનની ઉપરોક્ત ગાથાનો વિચાર સમજવા યોગ્ય છે. ભારતીય સંસ્કૃતિના આવા ધુરંધરો શ્રી રમણ મહર્ષિ, અરવિંદ ઘોષ, સ્વામી વિવેકાનંદ, શ્રીમદ્ રાજચંદ્ર જેવા મહાત્માઓએ આત્માનુભૂતિ પછી જ અમૃત વાણીનો જનતાને આસ્વાદ કરાવ્યો છે એટલે આ પત્ર સૃષ્ટિ એ દિવ્યાનુભૂતિનો અનન્ય ખજાનો છે. જૈન પત્ર સાહિત્યના અધ્યયનમાં શ્વેતાંબર, રાજચંદ્ર, કહાનજી સ્વામી, દાદા ભગવાન, સ્થાનકવાસી વગેરે વિચારધારાને અનુસરતાં પત્ર-પુસ્તકો મળ્યાં છે. આ સંકલનમાં એ મત વિશેના પુસ્તકોના પત્રોને ક્રમિક સ્થાન આપવામાં આવ્યું છે એટલે જે તે મત કે વિચારધારાના પુરસ્કર્તા હોય તે અંગેના વિચારો પત્રમાં છે. આ પુસ્તકમાં આવા પત્રો તાત્ત્વિક મતભેદથી દૂર રહીને પત્ર સાહિત્યના સંદર્ભમાં સંચય થયો છે એટલે વ્યક્તિગત રીતે વાચકોએ જે તે મતના સંદર્ભમાં વિચારો જાણવા. વિવિધ વિચારસરણીવાળા પત્રો સાથે આવા પત્રો પત્રસાહિત્યની રીતે જ સ્થાન પામ્યા છે અને મતભેદ વિશે કોઈ ટીકા કરવામાં આવી નથી. (૨૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy