________________
(૨૩)
વવાણિયા વે. સુ. ૭, ૧૯૫૧ ગૃહવાસનો જેને ઉદય વર્તે છે તે જો કંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય તો તેના મૂળ હેતુભૂત એવા અમુક સદ્વર્તનપૂર્વક રહેવું યોગ્ય છે. જે અમુક નિયમમાં ન્યાય સંપન્ન આજીવિકાદિ વ્યવહાર તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણો પ્રાપ્ત કરવાનો અધિકાર ઉત્પન્ન થાય છે. આ પ્રથમ નિયમ ઉપર જો ધ્યાન આપવામાં આવે અને તે નિયમને સિદ્ધ જ કરવામાં આવે તો કષાયાદિ સ્વભાવથી મંદ પડવા યોગ્ય થાય છે અથવા જ્ઞાનીનો માર્ગ આત્મ પરિણામી થાય છે જે પર ધ્યાન આપવું યોગ્ય છે. (પા. નં. ૬૩૪)
(૨૪)
વવાણિયા જ્યેષ્ઠ, ૧૯૫૪ દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા તેમાં નિમગ્ન થાઓ હે આર્યજનો! અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો.
સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ પરિગ્રહના - સંકલ્પમાં પ્રયત્નવાન છે. અને મેળવવામાં સુખ માને છે પણ અહો!
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
ન
ઉ૫૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org