________________
હતા. અને એ નિર્ણય કરીને એક ઠેકાણે ચોમાસુ રહેનાર સાધુઓ મંગલ નિમિત્તે શરૂઆતના પાંચ દિવસોમાં આ કલ્પસૂત્રનું વિધિપૂર્વક વાંચન કરતા હતા.
ગૃહસ્થ શ્રાવકોને કે સામાન્ય જનતાને તે વખતે આ સૂત્ર સંભાળવવામાં આવતું નહોતું. પરંતુ વિ. સં. પર૩ (વીર નિર્વાણ સં. ૯૯૩)માં પોતાના યુવાન પુત્રના મૃત્યુથી શોક મગ્ન બનેલા વલભીપુરના રાજા ધ્રુવસેનનો અને તેના કુટુંબીઓનો - સમગ્ર રાજકુટુંબનો શોક દૂર કરવા અને એમને ધર્મ માર્ગે વાળવા માટે દીર્ઘદ્રષ્ટિ આચાર્યશ્રીએ (તે વખતે રાજકુટુંબ વડનગર હોવાથી) વડનગરના ઉપાશ્રયમાં ધ્રુવસેન રાજાની વિનંતીથી પ્રથમવાર જાહેરમાં (રાજા અને પ્રજા સમક્ષ) આ કલ્પસૂત્રનું વાંચન કર્યું.
જનતા કલ્પસૂત્રનું શ્રવણ કરીને હર્ષવિભોર બની. વાતાવરણમાંથી શોક દૂરથયો અને નગરમાં સર્વત્ર આનંદના ઉત્સવ મંડાયા.
ત્યારથી માંડીને એટલે કે છેલ્લા પંદરસો વર્ષોથી દર સાલ પર્યુષણ પર્વના દિવસોમાં સકલ સંઘ સમક્ષ આ કલ્પસૂત્રનું વાંચન કરવામાં આવે છે અને સંસ્કૃત ટીકાગ્રંથોને આધારે એનું વિવેચન પણ કરવામાં આવે છે.
આજથી હવે પર્યુષણ પર્વના આ છેલ્લા પાંચ દિવસોમાં જેનો ખૂબ ભક્તિભાવ સાથે ગુરૂમુખેથી આ કલ્પસૂત્રનાં વ્યાખ્યાનો સાંભળશે. સકલ સંઘને આ પવિત્ર સૂત્ર સંભળાવવા માટે પૂજ્ય મુનિ મહારાજોને આ સૂત્રની પ્રત અર્પણ કરવાની - વહોરાવવાની ઉછામણી બોલાશે અને ધામધૂમથી કલ્પસૂત્રનો વરઘોડો નીકળશે. ક શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. કરવું
૩૦૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org