SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ હવે તો મુદ્રણના-છાપકામના આ યુગમાં કલ્પસૂત્રની સાદી' અને ચિત્રોવાળી, વિવેચનવાળી અને વિવેચન વિનાની આમ અનેક જાતની નાની-મોટી આવૃત્તિઓ પ્રગટ થઈ ચુકી છે. જર્મનીમાં છપાયું પરંતુ આજથી લગભગ સો વર્ષ પૂર્વે જ્યારે હજી ભારતમાં પણ કલ્પસૂત્ર છપાયું નહોતું તે વખતે જર્મનીમાં સર્વપ્રથમ આ કલ્પસૂત્ર ઈ. સ. ૧૮૭૯માં રોમનલિપિમાં છપાઈને પ્રગટ થયું હતું. તને એ જાણીને કદાચ આશ્ચર્ય થશે કે એ રીતે સર્વપ્રથમ કલ્પસૂત્રને છપાવી પ્રસિદ્ધ કરનાર, જૂની હસ્તલિખિત કૃતિઓ ઉપરથી એનું સંશોધન-સંપાદન કરનાર વ્યક્તિ કોઈ જૈન વિદ્વાન કે ભારતીય પંડિત નહીં પણ જર્મન ડૉ. હર્મન યાકોબી હતા. જૈન ધર્મના અભ્યાસી એ જર્મન વિદ્વાને કલ્પસૂત્રનો અંગ્રેજી અનુવાદ પણ પ્રગટ કર્યો છે. અને એની પ્રસ્તાવનામાં એમણે જૈનધર્મ એ વૈદિક ધર્મ કે બૌદ્ધધર્મની શાખા નથી પરંતુ એક પ્રાચીન અને સ્વતંત્ર ધર્મ છે - મૌલિક દર્શન છે. એ વાતને અનેક તર્કો અને ઐતિહાસિક પ્રમાણો આપીને સિદ્ધ કરી છે. આજે પણ જર્મનીમાં અનેક વિદ્વાનો જૈન સાહિત્ય ઉપર કામ કરી રહ્યા છે. જાહેર વાંચન પ્રાચીનકાળમાં આ કલ્પસૂત્રનું વાચન-શ્રવણ માત્ર સાધુવર્ગ પૂરતું જ મર્યાદિત હતું. શાસ્ત્રવિધિ મુજબ તે વખતે જેન મુનિઓ ચાતુર્માસનો નિર્ણય છે. મોડામાં મોડો લગભગ શ્રાવણ વદિ અમાસની આસપાસ કરતા જ મક શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. કે શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. ૩૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy