________________
તેમના જન્મ-મરણના ચક્રો થંભી ગયા છે.. તેથી તેમના નિર્વાણના દિવસે એક જ કરી શકાય... તે દિવ્યદીપકને ઝળહળતો રાખવાનું વચન આપી શકાય. અને તે જ માટે સહુએ એક જ માર્ગ અપનાવ્યો. “ગએ સે ભાવઉજ્જોએ દિવઉજ્જોએ - કરિસ્સામો...'
એ ભાવ દીપક સિદ્ધિગતિમાં પધાર્યા. તેથી અમે સહુ દ્રવ્યના દીપક પ્રગટાવીશું, તેલના અને ઘીના દીપકો પ્રગટે છે. સંસ્કૃત ભાષામાં તેલ અને ઘી ને પ્રત્યેક ચીકાશને સ્નેહ કહેવામાં આવે છે.
પ્રભુની નિર્વાણની પાછળ સ્નેહની ચીકાશથી સમર્પણ ભાવનો વિકાસ થાય.. તેવા દીપક પ્રગટ્યા અને ઉપાધ્યાય યશોવિજયજી. જેઓએ ગાયું કે, - “સિંહા થકી પર્વ પ્રગયું દીવાલી''
ઘર ઘરના ગોખમાં જોજો દીપક પ્રગટાવ્યો હોય તો તમે દિવ્યદીપ. પ્રભુ મહાવીરને એક અણબોલ કોલ આપ્યો છે. હે દેવાધિદેવ! આ દીપક પ્રગટાવીને અમે તારી યાદ તાજી કરીએ છીએ.
તારા પ્રત્યેની અખૂટ શ્રદ્ધાના સાથિયા જગતના ચોકમાં પૂરીએ
છીએ.
તારા વચનની વફાદારી એ જ અમારી શોધ છે. તારા વચનનું પાલન એ જ અમારા બોધ છે. તારા વીતરાગ સામ્રાજ્યને સહુ પામે એ જ અમારો અનુરોધ છે. જે
શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ કરી
૨૭૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org