SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ' છે. કંટાળો અને ગમગીની ક્યાંય દૂર ભાગી ગયા છે. આનંદ.. આનંદ... અને આંતરિક અધ્યાત્મિક આનંદની દિવ્ય લહરીઓ વહી રહી છે. પણ આ ધરતીનું એ પહેલું અને છેલ્લે જ ભાગ્ય હતું. કોઈ તીર્થપતિએ એક પ્રહરથી વધુ દેશના કદી દીધી નથી. પ્રભુ મહાવીરે જ પહેલી અને છેલ્લીવાર ૪૮ કલાકની અવિરત દેશનાધારા વહાવી. અને એ જ સમવસરણમાં.. એ જ મધ્યમ પાવાપુરીમાં... એ જ બિહાર દેશમાં દેશના પૂર્ણ કરી કાલના ધર્મને અંગીકાર કરી ગયા. નિર્વાણ પામી ગયા... ૧૨ વર્ષની ઘોર સાધનાના અંતે પ્રગટેલો એ દિવ્યદીપ ૩૦ વર્ષ આ પાર્થિવ વિશ્વમાં પ્રકાશ ફેલાવી નિર્વાણ પામ્યો. આજથી બરાબર ૨૫૧૦ વર્ષ પહેલાં એ દીપ નિર્વાણ પામ્યો, બુઝાઈ ગયો. પણ એ દિવ્યદીપ હતો. માનવજગત વિચાર મગ્ન બન્યું. દિવ્ય દુનિયામાં પણ વ્યગ્રતા આવી ગઈ. પ્રાણી જગત સ્તબ્ધ બની ગયું. આ દિવ્યદીપના નિર્વાણ ટાણે શું કરવું? કોણ સમજ આપે? આખરે મનોમંથને મંગળ માર્ગ મળ્યો, દિવ્યદીપ સમા પ્રભુ નિર્વાણ પામ્યા છે.. સદા શાશ્વત કાળ માટે મુક્ત થયા છે... - શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ -3 ૨૭૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy