________________
છે અને ભવ્યાત્માઓને ધર્મના પંથે જોડે છે એવા ઉપકારી ગુરૂઓના જીવનની વિશેષતાઓ પણ વાચકવર્ગને પત્ર દ્વારા આસ્વાદ કરવાની તક પૂરી પાડે છે. આ પત્રોમાં મનનીય વિચારો છે જે સાચા અર્થમાં જીવનની ઊર્ધ્વગતિ માટેનું ભાથું છે. જીવન કેવી રીતે જીવવું, મનુષ્યજન્મ મળ્યો તો કેવી રીતે સાર્થક કરવો તે અંગેની પર્વની આરાધના અને ગુરૂકૃપાનો વિશિષ્ટ ઉલ્લેખ પત્ર પાથેયમાં થયો છે. ખરેખર મનજી મુસાફરને જો આ ભાથું ગમી જાય દિલમાં વસી જાય તો ધર્મ દ્વારા આત્મ કલ્યાણનો માર્ગ મળી ગયો એમ જાણવું અને પરંપરાએ પુનઃ માનવ ભવ મળતાં દેવગુરૂ અને ધર્મની સામગ્રી સ્વાભાવિક પ્રાપ્ત થાય એટલે મોક્ષમાર્ગ હાથવેંતમાં આવી જાય તેવી આ પત્ર સૃષ્ટિ રસાસ્વાદ કરાવે છે.
પૂ. શ્રીએ પર્વના દિવસો માટે સ્વયં કલ્પનાથી આકર્ષક શીર્ષક આપ્યા છે. વૈશાખ સુદ ૩ અક્ષય તૃતીયાના પર્વને માટે ભારત વર્ષનું પ્રથમદાનની અનોખી કલ્પના કરી છે. ભગવાન મહાવીર સ્વામીને વૈશાખ સુદ ૧૦ને દિવસે કેવળજ્ઞાન થયું અને વૈશાખ સુદ ૧૧ના રોજ દેશના આપી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તે માટે જગતગુરૂ શાસનાય નમો નમઃ શીર્ષકની કલ્પના કરી છે. અત્રે બધા પત્રો પ્રગટ કરી શકાય તેમ નથી એટલે કેટલાક ચિંતનાત્મક વિચારોનું ભાથું ઉદાહરણ રૂપે ‘પાથેય’ માંથી નોંધવામાં આવે છે.
ધન અને સંપત્તિનો લાભ વહેંચવાથી વામન થાય છે. જ્ઞાનનો, શ્રુતજ્ઞાનનો લાભ વહેંચવાથી વિકાસ પામે છે, વિરાટ બને છે. (પા. ૫)
પેટને ભોજન આપવું અને દિમાગને ભૂખે મારવું એ જુલમ નથી ?
શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
૨૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org