________________
ફરજોને પૂરી નિષ્ઠાથી અને સમર્પિત ભાવથી બજાવવી ખૂબ મુશ્કેલ છે. પણ એ બજાવ્યા વિના છૂટકોય ક્યાં છે ?
માત્ર તારા માટે જ નહીં, અમારા માટેય આ જ હકીકત લાગુ પડે છે. ક્યારેક વડિલ બનવું પડે છે... ક્યારેક આશ્રિત બનવું પડે છે... ક્યારેક આજ્ઞા મનાવવી પડે છે... ક્યારેક આજ્ઞા માનવી પડે છે... ક્યારેક કો'કની નારાજગીમાં નિમિત્ત બનવું પડે છે... ક્યારેક આપણી નારાજગીમાં કો'ક નિમિત્ત બને છે... ખેર ! છતાં એક વાત નિશ્ચિત છે કે પ્રેમ એકબીજાની સામે જોઈ રહેવામાં નથી પણ સાથે રહીને દૂર દૂર જોવામાં છે !
શું વડિલ કે શું આશ્રિત, બન્નેએ આ વાસ્તવિકતાને સતત નજર સામે રાખવાની છે. જીવનની મંઝિલ ઘણી લાંબી છે. દૂરબીનમાં નાખેલા કાચના ટુકડાંઓ જેવું તો જીવન છે.. જરાક ફેરફાર થશે અને સંયોગો બદલાશે.. પણ એ દરેક પરિસ્થિતિ વચ્ચે પ્રેમની મૂડીને સલામત રાખવાની જવાબદારી આપણે પ્રસન્નતાપૂર્વક નિભાવવી જ પડશે !
દોસ્ત!
ગમે તેવા વિચિત્ર સંયોગો વચ્ચે કે વિચિત્ર વ્યક્તિઓ વચ્ચે પણ વાણિયો જો પોતાની પૈસાની મૂડીને સલામત રાખી શકતો હોય તો પછી મહાન લાભદાયક એવી પ્રેમની મૂડીને સાચવી રાખવામાં આપણે નિષ્ફળ જઈએ એ તો શી રીતે ચાલે ?
Jain Education International
શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
૨૬૬
For Private & Personal Use Only
www.jainelibrary.org