________________
આપની આજ્ઞામાં જ રહેવું છે. રાગની દશાથી અલગ રહીને, પરમ , વૈરાગ્યવંત આપના સન્મુખ દષ્ટિ રાખીને સંસારના મોહક સુખથી મનને ફેરવવું છે. ઈન્દ્રિયોના તોફાની ઘોડાને જ્ઞાનદષ્ટિની લગામ વડે અંકુશમાં રાખવા છે – મનની વિહ્વળતાને ટાળી નાંખવી છે. ધર્મ ક્રિયામાં સહેજ પણ પ્રમાદ કે અવિધિ ન આવી જાય તેની પૂરી કાળજી રાખવી છે - આજુબાજુના જે જડ કે ચેતન સંબંધી હોય તેનાથી મનને કાઢીને પૂરણ બ્રહ્મ સ્વરૂપ આપના ધ્યાનમાં નિશ્ચય થયું છે. ગમે તેવા ચટકા કે ઝટકા આપે તેને પ્રસન્ન ભાવે સહેવા છે. દેહના રાગનો અને આહારની લાલસાનો ત્યાગ, હું આપની કૃપાએ કેળવું એ જ આકાંક્ષા રાખીને હું શક્તિ ગોપવ્યા વિના, ત્યાગ, તપ, જ્ઞાન, ધ્યાન, અભ્યાસ કરું અને અંતરંગ આનંદમાં મગ્ન રહું.
એ જ મારી આંતરની માંગણી છે. શ્રી લીંબડી મંડન વિભુષણ શ્રી બાહુસ્વામી શાંતિનાથાય નમઃ
શ્રી મહાવીર જિન કેવલજ્ઞાન કલ્યાણક દિન ૫. સંયમજીવનના અમીસમા વર્ષના સોનેરી
સુપ્રભાતે શુભાભિલાષા આજની વિ. સં. ૨૫૦૮ વિ. સં. ૨૦૩૮નાવૈ. શુ. ૧૦ રવિવારે પરમાત્મા શ્રી મહાવીરદેવના કેવલજ્ઞાન કલ્યાણક દિને - સંયમ સ્વીકારના એકત્રીસ વર્ષ પૂર્ણ થઈ બત્રીસમાનો પ્રારંભ થયો છે. પરમાત્મા પાસે એક જ અભ્યર્થના - દ્રવ્યસંચન - સાધુવેશ મળી ગયો અને આંશિક રત્નત્રયીની ઉપયોગ શૂન્યતાથીદ્રવ્યથી આરાધના થઈ તથા થાય છે એટલા માત્રથી મને સંતોષ કેમ થાય? મારે તો આપના શાસનનું ભાવસંયમ - ભાવસાધુપણું કે જે સાત-આઠ ભવમાં
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ક ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org