________________
જ રહ્યું, કદી દુ:ખ ન આવે. દિવસ અને રાત્રે, સૂતાં અને જાગતાં, હરતાં ફરતાં, કોઈપણ કામકાજ કરતાં, આપ મારા અંતરથી દૂર જતા નથી. જ્યારે જ્યારે આપના અસીમ ઉપકારોને યાદ કરું છું ત્યારે ત્યારે આનંદનાં પૂર ઉછાળાં મારે છે. આપના ઉપકારના ગુણ જ્યારે મારા હૈયામાં આવે છે ત્યારે એમાં એક પણ અવગુણને પેસવાનો અવકાશ રહેતો નથી. એ ગુણો બીજા ગુણોને લાવનારા થાય. એની ગુણાનુબંધની પરંપરા વધતા બધા ગુણો અક્ષય ભાવને પામે છે. ક્ષયોપશમ ભાવના ગુણો ક્ષાવિક ભાવના થઈને પૂર્ણ અક્ષીણતાને પામે એવો આપના ધ્યાનનો પ્રભાવ છે. આપનું સ્વરૂપ વિચરતાં અકલ, અમલ, અમાપ, અગોચ૨, અકલંક, અરૂપી ભાવો હૃદયમાં સ્થિર થાય છે. અક્ષર થોડા છે અને આપના ગુણ ઘણાં છે તેથી કાગળથી લખાતા નથી અને મુખથી બોલાતાં નથી. ફક્ત પ્રશસ્ત રાગે મનથી ઓળખાય છે. આપના ગુણોનું ધ્યાન મારા મનમાં કાયમ રહે જેથી આર્તરોદ્રના વિચારો આવે જ નહિ, ૫૨મ શીતળતા અનુભવું. કર્મ શત્રુથી મુક્ત થાઉં અને આપને અભેદપણે મળું એ જ મારી અંતરની માંગણી છે. પ્રભુ મારા હૈયામાં સદા રહો.
૩. આત્માર્થીની અરિહંત દેવને અરજી
અધ્યાત્મભાવના દાતાર, સંસાર રોગનિવારક મહાવૈદ્ય, ષટ્કાય જીવના પ૨મ રક્ષક, સંસાર મહાસાગરના નિર્યામક, સંસા૨ અટવી પાર ઉતારનાર પરમ સાર્થવાહ ! આપને શરણે આવ્યો છું. આપની આજ્ઞા પાળું તો જ મારું હિત થાય એમ સમજું છું પણ અનાદિકાળની વળગેલી સુખશીલતા મને અકાર્ય કરાવે છે તથા શુબ કર્તવ્યથી વિમુખ રાખે છે. પળે પળે આયુષ્ય ઘટે છે પણ પરિગ્રહ, મમતા અને દેહાધ્યાયી વાસના ઘટતાં નથી. રોગ જરા અને મરણ
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૨૪૨
For Private & Personal Use Only
www.jainelibrary.org