________________
કંઈક સાંભર્યો. આપનાં દર્શનને પામ્યા વિના આ ચાર ગતિમય સંસારમાં, ચૌદ૨ાજ પ્રમાણ લોકાકાશમાં ઘણું ઘણું આથડ્યો. આપનાથી દૂર જ રહ્યો. એકેંન્દ્રિયથી ચઉરિંદ્રિય સુધીના ઘણા ભવોમાં, સાંભળવાની શક્તિ જ ન મળી તો આપનું નામ ક્યાંથી સાંભળું? પંચેંદ્રિયપણામાં કાન મળ્યા, સાંભળવાની શક્તિ મળી; અસંક્ષિપણામાં સાંભળવાની શક્તિ આવી પણ સમજણશક્તિ ન આવી. સંજ્ઞિ પંચેન્દ્રિય, તિર્યંચ મનુષ્ય નારકી અને દેવના ભવોમાં સમજવાની શક્તિ મળી પણ વિષય કષાયાદિ પ્રમાદને પરવશ થયેલા જીવને, સાચું કલ્યાણકારી સાંભળવાનું મળ્યું નહિ. કોઈવાર આત્મકલ્યાણની વાતો સાંભળવા મળી પણ સંસારના સુખની આસક્તિના કારણે ગમી નહીં, રૂચિ ન જાગી એથી આપની અજ્ઞાના પાલનથી વંચિત રહ્યો. ઘણાં કર્મો બાંધ્યાં. તે તે કર્મોના પરિણામે, ભવના ભારે દુઃખો ભોગવ્યા. આ ભવમાં આપના શાસનની છાયામાં આવ્યો છું. કંઈક અંશે, આપના પ્રત્યે રૂચિ થઈ છે પણ સંસારની રૂચિ ઘટતી નથી તેથી પગલે પગલે પાપ થાય છે તો પણ આપના શરણે રહીને જેમ બને તેમ પાપ આશ્રવથી બચીને, પુણ્ય-સંવર નિર્જરાનાં કાર્યોમાં લયલીન રહું, આપની આજ્ઞા શક્યતા પ્રમાણે પાળી જીવન સફળ કરું અને ભવો ભવ તમારી આપા નીચે જ રહું એ જ ભાવના.
૨. પ્રભુ! મારા હૈયામાં સદા રહો
ત્રિભુવન તારક, અરિહંત દેવ! આપને વંદન કરતાં મારા તનમનમાં આનંદનો ઉલ્લાસ બહુ જાગે છે. આપનું અનુપમ મુખ નીરખતાં મારા અનેક ભવના પાપ ચાલ્યા જાય. મારું મન સાચો આનંદ અનુભવે. આપ મારા હૈયામાં સદા જાગતા રહો તો હું સુખમય
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૨૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org