________________
૮. જાપનાં સાધનો, વસ્ત્રો વ્યવસ્થિત જગ્યાએ રાખવાં, બીજાને આ
ન આપવાં. ૯. જાપ માટેનાં વસ્ત્રો રોજ ગરમ પાણીથી ધોવા, તેમજ વસ્ત્રો
કે આસનનો જાપ સિવાય અન્ય ઉપયોગ ન કરવો. ૧૦. જાપ વખતે મનમાં ક્રોધ કે કામવાસના જાગે નહિ - તે માટે
સાવધ રહેવું. ૧૧. જાપ વખતે ચિત્તને સ્વસ્થ બનાવવા શ્રી નવકારના ચિત્ર-પટ
સામે ધારીને થોડીવાર જોઈ રહેવું. તેમાંથી નીકળતી શક્તિઓના ધોધમાં નિર્મળ થઈ રહ્યાની કલ્પના કરી જાપ
શરૂ કરવો. ૧૨. જાપ વખતે શરીર સ્વચ્છ જોઈએ, હાથ-પગ તો જરૂર પવિત્ર
કરવા. ૧૩. સવારે ૪ થી ૭ સુધી જાપ પૂર્વ દિશા સન્મુખ અને સૂર્યાસ્ત
પછી એક કલાકથી દશ વાગ્યા સુધી જાપ ઉત્તર દિશા સન્મુખ
કરવાનો આગ્રહ રાખવો. ૧૪. જે સ્થાને કે આસને શ્રી નવકારનો જાપ કરતા હોઈએ તે સ્થાન
કે આસન ઉપર બીજો કંઈ પણ જાપ કે ધર્મક્રિયા કરવાનો
આગ્રહ ન રાખવો. ૧૫. જાપના આસન સિવાય એમ જ જમીન પર બેસી જાપ ન કરવો. ૧૬. જાપ ફક્ત આત્મશુદ્ધિ - ચિત્તશાંતિના ધ્યેયથી કરવો. ૧૭. જાપ વખતે અન્ય કંઈપણ કામના કે ઈષ્ટસિદ્ધિનો વિચાર ન
કરવો.
૧૮. શરણાગતિભાવ અને સમર્પણભાવ વધુ કેળવી આવી પડેલ છે
- શ્રી જૈન છે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૯૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org