________________
આ ઉદયથી - આ ભવના યોગ્ય પુરૂષાર્થના નિમિત્તને પામીને મળવાના
છે, પણ ગત જન્મનું પુણ્ય મુખ્ય ચીજ છે. પુરૂષાર્થ ગૌણ છે, પુરૂષાર્થ તો આપણે ન કરીએ તો કદાચ આપણા માટે બીજો પણ કરે.
મિલમાલિક શેઠનું પૂર્વજન્મનું પુણ્ય પ્રબળ છે તો તે મજેથી સવા મણ રૂની પથારીમાં સવારે આઠ વાગ્યા સુધી સુઈને ચા-પાણી કરે, સંડાસ જાય, હાય પછી જમે, આરામ કરે, બપોરે ૧-૨ વાગે મોટરમાં બેસી મિલમાં આવે, બે કલાક બેસી ચાર વાગે ફરવા જાય, સાંજે ઘરે આવે, ખાય-પીવે, રેડિયો સાંભળે, રાત્રે ૧૦ વાગે સુઈ જાય. મિલના સંચાને હાથ પણ લગાડતો નથી. પૈસા કમાવાનો પુરૂષાર્થ જરા પણ કરતો નથી, પણ પુણ્ય એટલું બધું જબરજસ્ત છે કે તેમના વતી મજૂરો ત્રણ પાલીમાં લાઈનસર હાજર થઈ ૨૪ કલાક મિલ ચાલે અને રોજની હજારોની આવક શેઠને થાય.
એટલે શ્રી નવકારનો આરાધક સંસારના પદાર્થો માટે યોગ્ય પુરૂષાર્થ-સર્વિસ-વેપાર આદિનો કરે, પણ ખરેખર તો શ્રી નવકારનો જાપ, સ્વદ્રવ્યથી વીતરાગની પૂજા (અષ્ટપ્રકારી), સામાયિક અભક્ષ્ય ત્યાગ, સ્વાધ્યાય આદિ સત્ પુરૂષાર્થથી પુણ્ય વધારવા પ્રયત્ન કરે. જો કે પુણ્ય માટે નવકારનો જાપ કે પૂજા આદિ ધર્મ નથી. જાપ અને ધર્મક્રિયા આપણા આત્માની શુદ્ધિ માટે છે, પણ શરૂની પ્રાથમિક અવસ્થામાં ક્રમિક પગથિયાં રૂપે વિચારોને પલટાવવા વિચારવાનું છે.
છેવટે તો નિર્જરા = કર્મોના બંધનમાંથી છૂટવાનું જ ધ્યેય રાખવાનું છે. પણ અત્યારે તમે જે સ્થિતિએ છો, શ્રી નવકારના
શરણે આવ્યા પછી તમારી મનોવૃત્તિમાં મુડ નથીની વાત હજી ઘુમ્યા ન કરે છે, તેનું કારણ શું?
0
શ્રી જૈન . મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ કરી
(૧૯૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org