SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ) * - જીવનચર્યાના ધોરણે જીવનશક્તિનું વહેણ જીવન સાગરને નવપલ્લવિત કરે છે. (પા. ૯૧) રાણપુર. તા. ૧૧-૩-૮૪ શ્રી નમસ્કાર મહામંત્રનો આરાધક વિવેકના સહારે પોતાની કર્તવ્યનિષ્ઠામાં ખૂબ દઢ હોય છે. તેથી શ્રી નમસ્કાર મહામંત્રનો આરાધક પરિસ્થિતિ - સંયોગોની વિષમતાના પ્રચંડ તોફાનમાં સત્ત્વહીન બનતો નથી. અંતરની સૂઝ તેનામાં સદાકાળ જાગ્રત રહે છે, એના બળે અંતરમાં પોતાની ફરજ બજાવવા સદા તત્પર હોય છે. આનું કારણ એ છે કે શ્રી નવકારની આરાધનાથી અંતરના કર્મની ગ્રંથિ ઢીલી પડે છે, કેમ કે કર્મની ગ્રંથિને ટકાવનાર મોહ-માયા અને તીવ્ર આસક્તિ છે. શ્રી નવકારની સીધી અસર આપણા અંતરમાં મોહનીય કર્મ પર થતી હોઈ મોહ કે તીર્વ આસક્તિનું પ્રમાણ ઘટવા માંડે છે. જો આપણા અંતરમાં શ્રી નવકારની આરાધના જાપ - સ્મરણ ચિંતન આદિ રૂપે ચાલુ રહેવા છતાં વિકારી- વાસનાઓ મોહમાયા કે તીવ્ર આસક્તિ પ્રબળ રહેતી હોય તો આપણે જ્ઞાની ગુરૂનાં ચરણોમાં બેસી પુન:વિચારણા કરવાની જરૂર છે કે આરાધનાની કડી ક્યાંક ખૂટે છે તેથી આરાધનામાં પ્રબળતા આવતી નથી. પરિણામે મોહની પ્રબળતા કે તીવ્ર-આસક્તિ ઘટતી નથી. આ માટે બેદરકાર રહેવું તે આરાધકને ન શોભે. આરાધનામાં નેગેટિવ એપ્રોચ જેટલો નબળો તેટલી આરાધના નબળી, નેગેટિવ છેએપ્રોચ એટલે આરાધનામાં જોડાયા પછી આરાધનાને વિકૃત કરનાર જ રહેણી-કરણી, ખાનપાન, વેશભૂષા, વાતાવરણ આદિની પરહેજી જા PS શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ કરી ૧૯૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy