SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ જ સમાયેલા દેખાય પણ જરાક અપથ્ય-કુપથ્થ થતાં પુનઃ બધાં દર્દીઓ જોર કરે જ ! આ રીતે આપણા આત્મામાં અનાદિકાળથી ઘર કરી ગયેલ સહજમલ = કર્મ બાંધવાની યોગ્યતાનો ઘટાડો ન થાય તો રાગાદિ વિકારો નિમિત્તને પામી આત્મામાં ખળભળાટ કર્યા જ કરે. પણ ગુણાનુરાગની વિશિષ્ટ ભૂમિકાએ ઊપજેલ વિશિષ્ટ આદર, બહુમાન સાથે કરાતા શ્રી વીતરાગ પ્રભુના દર્શન - વંદન – પૂજનાદિથી સહજમલ - અંતરની અશુદ્ધ યોગ્યતાનો ક્ષય થવા માંડે છે. એટલે સરવાળે રાગાદિ - વિકારોને ઊપજાવનાર તત્વ ક્ષીણ થવાથી આત્મા ધીરે ધીરે વિશુદ્ધ થતો જાય છે. બીજી વાત આપણા આત્મામાં અનાદિકાળથી રહેલી કર્મ બાંધવાની યોગ્યતા = સહજમલની સક્રિયતાથી આપણને કર્મ – તેનાં સાધનો અને તેના વિપાકો તરફ જ રાગવૃત્તિ કેળવાય, પણ કર્મનિર્જરા કે તેનાં સાધનો પ્રતિ રાગ ન જ કેળવાય, એટલું જ નહીં ક્યારેક સહજમલની તીવ્રતાએ તેને કર્મનિર્જરાનાં સાધનો પ્રતિ માત્સર્ય - દ્વેષ - અપ્રીતિ - અરૂચિનો ભાવ ખૂબ ગાઢ પણ થઈ જાય. એટલે કર્મનિર્જરાનાં સંપૂર્ણ ફળરૂપ મુક્તિ = મોક્ષ કે તેના સાધનરૂપ દેવ, ગુરૂ અને ધર્મની પ્રવૃત્તિ તરફ પણ અરૂચિ રહે. એટલે માત્ર સંસારના રાગથી દુનિયામાં સુખી થવા માટે ધર્મની ક્રિયાઓ પુણ્ય બાંધવાના દૃષ્ટિકોણથી થાય. પણ ખરેખર ધર્મ ન ગણાય એ એક જાતનો સોદો – વેપાર - સટ્ટો ગણાય. - એટલે જીવનશુદ્ધિ માટે જરૂરી ચાર સાધનોમાં સૌથી વધુ | મહત્ત્વ દેવ= વીતરાગપ્રભુની ગુણાનુરાગભરી દષ્ટિમાંથી ઊપજેલ જ આંતરિક આદર - બહુમાન સાથે કરાતા દર્શન – પૂજા – વંદનને POE શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ત્રીર ૧૮૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy