________________
જ જરૂરી ચાર પગથિયાં છે.
(૧) દેવગુરૂનો આદર - પૂજનાદિ. (૨) સદાચાર. (૩) તપસ્યા. (૪) મુક્તિ પ્રત્યે અપ્રીતિનો ઘટાડો.
જીવનમાં શુદ્ધિ મેળવવા આ ચાર મહત્ત્વના પદાર્થોને યથાયોગ્ય રીતે અપનાવવા જરૂરી છે, જેમાં પ્રથમ અને ચોથું બે ખાસ જરૂરી સાધન છે. બીજું, ત્રીજું સહકારી કારણ છે.
જેમાં દેવ = વીતરાગપ્રભુ પ્રતિ અંતરંગ બહુમાન પ્રીતિનો ભાવ એવો દઢ કેળવવો જોઈએ કે અંતરમાં તેમના વચનના સુદઢ વિશ્વાસના કારણે તેમનું નામ સાંભળતાં ઉમળકો આવે. તેઓની આજ્ઞા અને માર્ગદર્શન ખૂબ જરૂચિકર- ઉપાદેય અને છતી શક્તિએ અમલમાં મૂકવાની તત્પરતા કેળવવી જોઈએ. શ્રી વીતરાગ પ્રભુના દર્શન, વંદન – પૂજનના વિધિપૂર્વક આચરણથી આપણા આત્મા પર વળગેલ મોહના સંસ્કારોની માયાજાળ વિખરાવા માંડે છે.
વધુમાં આપણા આત્મામાં કર્મના પુદ્ગલોને ખેંચવાની - પકડવાની - બાંધવાની જે ખાસિયત - યોગ્યતા અનાદિકાળથી ઘર કરી ગઈ છે જેને શાસ્ત્રીય પરિભાષામાં સહજમલ કહેવાય છે. તે સહજમલ દેવ-વીતરાગના અનંતાનંત ગુણોના સામર્થ્યના ચિંતનપૂર્વક ઊપજેલ આદર- બહુમાન સાથે કરાતાં દર્શન - વંદન - પૂજનાદિથી ઘટવા પામે છે. પરિણામે કર્મ બાંધવાની શક્તિ ઘટી જાય એટલે આપણો આત્મા સહજ રીતે નિર્મળ થવા માંડે, જેમ કે પેટના બગાડથી શરીરના મોટા ભાગના દર્દી ઊપજે છે, જો દવા
પેટના બગાડને ઘટાડે તો પરંપરાએ બધા દર્દી ઘટે જ! પણ પેટના જ બગાડને ઘટાડવાની તાકાત વિનાની દવાથી બીજા દર્દો ઉપરથી ૪
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૮૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org