________________
સુદ ૧ નો પત્ર મળ્યો છે. સુદ ૪નો નાનામાંઢાના સંઘનો પત્ર પણ મળ્યો. અમદાવાદથી જે પ્રમાણે ઉત્તર મળે તે પ્રમાણે કરશો.
તમારો જાપ નિર્વિઘ્ન થઈ રહ્યો છે. તે જાણીને આનંદ જાપ ૧ા લક્ષપૂર્ણ થયા પછી રોજ એક માળા ગણવાની અને સ્તોત્ર પણ બને તો એકવાર યાદ કરી જવાનું શારદામાતાને પ્રસન્ન કરીને વ૨ મેળવવાનો. કવિત્વ, વકતૃત્ત્વ અને આત્મજ્ઞાનની પ્રાપ્તિનો વરદાન માંગવાની પ્રભુની વાણી અને તેની અધિષ્ઠાત્રીના વરદાન વડે શ્રી જિનાગમનો સુબોધ મધ્યસ્થ પરિણતિ ગીતાર્થતા પ્રાપ્ત કરવાના. આજ જન્મમાં સફળ થવાનું એ આ આરાધનાથી પાછળ ગર્ભિત ઉદ્દેશ છે.
અત્રેથી હાલારી સંઘ ત્યાં આવી ગયેલ હશે. ઉપધિમાં હવે શું ખૂટે છે તે જણાવશો.
તપસ્વી ખાંતિવિજયજી તથા મહાસેનવિજયજીને અનુવંદનાદિ, વીરપાલભાઈને ધર્મલાભ, જયંતિલાલને ધર્મલાભ.
પ્રબોધ ટીકાના સેટનો ખપ હોય તો જણાવશો. સામાયિક ચૈત્યવંદનાદિની પુસ્તિકાઓ અ. કા. વાલી જોઈએ તો પણ લખશો. (પા. ૪૨)
વિનયાદિ ગુણોપેત મુનિશ્રી કુંદકુંદવિજયજી આદિ જોગ.
અનુવંદનાદિ.
૩૦
સત્યલક્ષ્મીનું કાર્ય
કચ્છ - કોઠાર વિ. સં. ૨૦૧૪ પોષ વદ ૧૦
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૧૫૦
For Private & Personal Use Only
www.jainelibrary.org