________________
૨૮
જ્ઞાન પ્રેરણા
અંધેરી વિ. સં. ૨૦૧૧ ભા. વ. ૨. વિનયાદિ ગુણોપેત્ત મુનિ શ્રી કુંદકુંદવિ. જોગ. અનુવંદનાદિ
ગઈકાલે ખંભાતથી આવેલ નોટો નં. ૧૨નું પોટલું મેઘજી સાથે મોકલ્યું છે. તેમાં શ્રી ઉપદેશ રહસ્ય પ્રકરણ પૂ. ઉપાધ્યાયજી મહારાજ વિરચિતનો અનુવાદ શ્રી મનક વિ. મ. કરેલો છે તે પ્રકરણ કઢાવી આખો અનુવાદ જોઈ લેશો. જો સાર થયો હોય તો તેને સમજી લઈ સાદી ભાષામાં ફરીવાર લખવાનો છે તે કામ તમારે કરવાનું છે.
વડાલાવાલા આસોની ઓળી માટે વિનંતી કરવા કાલે આવ્યા હતા. જો તમારે એકાંતની જરૂર હોય તો ત્યાં કામ ઠીક થશે. આ ગ્રંથ ઘણો ઉપયોગી અને શાસ્ત્ર શૈલીનો સુંદર બોધ કરાવનાર છે. એક બે નોટ વાંચી જઈને અભિપ્રાય જણાવશો.
શ્રી જિનપ્રભ વિ. જોગ. અનુવંદનાદિ.
પત્ર મળ્યો. ચીમનભાઈનો પત્ર વાંચીને મોકલ્યો છે. તેનો ઉત્તર ન લખ્યો હોય તો લખી દેશો. એ જ. (પા. ૩૬)
૨૯ સરસ્વતી સાધના
ભુજપુર વિ. સં. ૨૦૧૩ સુદ ૯ . વિનયાદિ ગુણયુત મુ. શ્રી કુંદકુંદવિ. જોગ. અનુવંદનાદિ
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org