________________
છે માનું છું કે તેઓ તે સિદ્ધ કરવામાં પાછા નહિં જ પડે. ચૌદ પૂર્વના છે
સારસ્વરૂપ શ્રી નવકારમંત્ર જેવા મહામંત્રની આરાધના તમારા મોટા ગુરૂદેવે સમજપૂર્વક અપનાવી છે.
શ્રી નવકાર મહામંત્રમાં જે પાંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવામાં આવે છે. એ સઘળા જ પરમેષ્ઠિ ભગવંતોએ શરીરને પોતાનું માન્યું જ નથી. પોતાના સાધના માટે શરીરને કહ્યું જ છે. અને શરીર પાસે શરીરને કષ્ટ પડશે કે નહિ એની લેશ પણ ચિંતા કર્યા વિના એની પાસે પોતાનું કામ જ લીધું છે. એ પરમતારક પરમેષ્ઠિ ભગવંતોએ પોતાની ધ્યેય સિદ્ધિ માટે એ શરીર પાસે એવું કામ લીધું કે એ શરીર એમનો ત્યાગ જ કરી ગયું અને એના પ્રતાપે એ પાંચે પરમેષ્ઠિઓ અશરીરી બની અનંત સુખ સ્વરૂપ આત્મ રમણતામાં રમી રહ્યા છે અને રમ્યા જ કરશે. વર્તમાનમાં પણ શરીર સાથે એ રીતનું વર્તન કરનારા જ સાચા પરમેષ્ઠિઓ છે. એવા પરમેષ્ઠિઓના આરાધક એવા તમારા મોટા ગુરૂદેવ એવી જ દશામાં રમો એમ હું ઝંખું છું. તેઓને અનુવંદના જણાવી ખૂબ ખૂબ સુખશાતા પૂછશો. મુનિશ્રી ચારિત્રભૂષણવિજયજી તરફથી પણ કોટિ કોટિશ: વંદનાવલી જણાવશો અને સુખશાતા પૂછશો. તેમના ઉપરનો પત્ર પણ તેમને આપ્યો છે. તેઓની ચિંતા ન કરતાં તમે એવી સેવા કરો કે તમારા પરમ ગુરૂદેવ સમતાસાગરમાં ઝીલે. સેવાને જ ધ્યેય બનાવી ખૂબ કલ્યાણ સાધો એ જ એક શુભાભિલાષા. (પા. ૪૩)
મા. વદ ૧૩, વિ. સં. ૨૦૧૨ વિનયાદિ ગુણોપેત મુનિ શ્રી કુંદકુંદવિજયજી આદિ જોગ... જ અનુવંદનાદિ
hક શ્રી જૈન જે. મહાવીર સ્વામી ભગવાનની પેટી, વલસાડ પ્રતિક
(૧૪૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org