________________
વિનયાદિ ગુણયુત મુનિશ્રી વજસેન વિ. જોગ અનુવંદના. જ
તમારો પત્ર મળ્યો વાંચી બીના જાણી. નબળાઈના કારણે સ્વાધ્યાય થઈ શકતો નથી કરીને લખ્યું તે જાણ્યું.
બીજું તમારે સંસ્કૃત – પ્રાકૃત વાંચન ઈરિયાવહી કરીને કરવું અને એ રીતે કરવાથી તે જેટલા પ્રમાણમાં થશે તે રીતે સ્વાધ્યાયમાં વાળી શકાશે.
અશુભોદયને સમતાપૂર્વક ભોગવીને નિર્જરા કરવી એથી પણ પૂર્વનું દેવું ચૂકવાય છે. અસમાધિ થાય ત્યાં પૂર્વ મહાપુરૂષોના દષ્ટાંતો વિચારવાં.
***
૨૧
વિનયાદિ ગુણગણાલંકૃત મુનિરાજ શ્રી વજસેનવિજયજી યોગ અનુવંદના. સુખશાતા સાથે જણાવવાનું કે - તમારો શીરોહી રોડ સ્ટેશનથી જેઠ વદ ૪નો લખાયેલો પત્ર તમારા મોટા ગુરૂદેવ વદ ૮ના પિંડવાડાથી પોતાના જ હસ્તાક્ષરથી લખેલો પત્ર પછી મળ્યો. તમારા મોટા ગુરૂદેવના હસ્તાક્ષરથી લખાયેલો પત્ર વાંચી તબિયત સુધારા ઉપર હશે એમ કલ્પના કરી આનંદ અનુભવ્યો હતો. પણ તમારા પત્રથી જણાયું કે, “શરીરની અસ્વસ્થતા ઘણી થઈ ગઈ અને અશક્તિ આદિ ખૂબ ખૂબ છે. હવે ઉપચાર પણ શરીર સુધારવા નહિ પણ તકલીફમાં આર્તધ્યાન ન થઈ જાય એ માટે કરે છે, આથી સમજાય છે કે તકલીફ ઘણી થાય છે.” આથી દુ:ખ થયું પણ, આમાં દુઃખ કરવાથી પણ શું થાય? કર્મને કોઈની પણ શરમ નથી. ભયંકર કર્મના ઉદયકાલમાં આપણું પોતાનું જ બલ કામ આવે છે. તમારા મોટા ગુરૂદેવે એવું બળ મેળવવા માટે જ જીવનભર પ્રયત્ન જ કર્યો છે. એ પ્રયત્નના બળે હવે ધાર્યું ધ્યેય સિદ્ધ કરાવાનું છે. અને હું
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૧૪૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org