________________
લેખક વિદ્વાન નથી પણ સાધક છે. સાધનાનું વર્ણન પણ ઊંડાણવાળું નથી. પણ વિષય યોગનો હોવાથી જિજ્ઞાસુને વાંચવાનું મન થાય બ્રહ્મવિજ્ઞાન તમે વાંચવું શરૂ કર્યું હશે. પુસ્તકમાં anatomy જણાવનાર ચિત્રો સારાં છે. આજ લેખકનું ત્રીજું એક પુસ્તક જેનું નામ ‘બહિરંગ’ યોગ છે તે પણ મળતું હોય તો લઈ લેવું. કોઈ એકાદ વિચાર પણ નવો મળે તો ઉપયોગી થાય. ન મળે તો પણ એક જ વિષયનું meditation થયા કરે. તમે જે ભાવાર્થ તારવીને લખ્યો છે તે બરાબર છે. છેલ્લા લેખમાં You can not succeed by will power alone. your need is not great will but willingness. The willingness to let gods will be done in and through you એ મહત્વનો વિચાર છે. Will Power માં માત્ર માનુષી શક્તિ છે. Willingness માં ઈશ્વરી શક્તિની સાથે જોડાણ થાય છે. નવકારમાં પ્રથમપદની અર્થભાવનામાં તે વિચારને જોડી શકાય. મૈત્રીના અંકમાં માવનસમાનતંતુ એ લેખ સારો છે.
તમારા પત્રો પાછા મોકલ્યા છે. (પા. ૫૬)
૧૬. કર્મ વિપાક
જામનગર આસો વ. ૧૪
વિનયાદિ ગુણયુત મુનિ શ્રી હર્ષવિજયજી આદિ જોગ અનુવંદનાદિ પત્ર મળ્યો. વાંચી બીના જાણી છે. શ્રી કમલસેન વિજયજીના ચશ્મા તેના ભાઈ તરફથી હજુ આવ્યા નથી. આવેથી મોકલીશું. નવો નંબર કઢાવી લેવો ઠીક છે. ઘણાં વર્ષ પહેલાંનો નંબર કાયમ રહેતો નથી. વારંવાર માથું દુઃખી આવે છે. તો તેની ચિકિત્સા સારી રીતે થવી જોઈએ. વાપરવામાં અવધિ થતી હોય તો તે પણ કાળજી રહે. તપસ્વી ખાંતિવિજયજીની ભક્તિ - વૈયાવચ્ચ
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૧૩૪
For Private & Personal Use Only
www.jainelibrary.org