________________
અનુવંદનાદિ
અઈમાત્માનું પદ મળવાથી આનંદ અનુભવ્યો તે વાસ્તવિક છે. બધી સાધનામાં ધ્યેય સ્વ-આત્મા જ છે. એમ સમજાય ત્યારે જ સાધના મોક્ષાભિમુખ બને છે.
પ્રણિધાન સૂત્ર ઉપર મનન હજુ વધારે ઊંડું થવાની જરૂર છે. મોક્ષ માર્ગમાં ઉપયોગી જેટલા પદાર્થો છે તે સર્વમાંથી ચૂંટીને સૌથી વધારે જરૂરી વસ્તુઓનું પ્રાર્થનારૂપ પ્રણિધાન કરવામાં આવ્યું છે. એ માટે બીજી રીતે પણ વિચાર કરવાનું સૂચન શાસ્ત્રમાં છે. વદ પનો પત્ર મળ્યો. મથાળે જે હકાર દોર્યો છે તે આજ સુધીમાં દોરાયેલામાં સૌથી શ્રેષ્ઠ છે. (પા. ૨૬). ૧૩. સાધનાનું મુખ્ય ધ્યેય
૨૦૧૨, જેઠ વદ ૫ અનુવંદનાદિ
શ્રદ્ધા વધી રહી છે અને નવો ઉત્સાહ પ્રાપ્ત થતો જાય છે તે જાણીને આનંદ Ego અહં માં મળી જાય. અહં અહં માં વિલીન થઈ જાય ત્યારે સમજવું કે સાધના વિકસી રહી છે.
આ સાધનાનું મુખ્ય ધ્યેય અહં અહં માં સમાવી દેવું તે છે. મન, વચન, કાયાની પ્રવૃત્તિ અહંની આજ્ઞાને આધીન થઈ રહે. ક્ષણે ક્ષણે તે ઉપયોગમય સ્વ ચૈતન્ય બની જાય, તેવો પ્રયત્ન ચાલુ રાખવો તે છે. પૂર્વ મુનિઓએ આ સાધના સિદ્ધ કરી હતી. તેમના પંથે વિહરી ધ્યેય સિદ્ધ કરવું એ પરમ કર્તવ્ય છે. (પા. ૧૦)
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૧૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org