________________
મુક્તિમાર્ગમાં તે બીજ સમાન બ્રહ્મચર્ય છે એમ સમજાય છે. નેમિવિવાહલો કૃતિમાં વિવાહના પ્રસંગમાંથી આધ્યાત્મિક વિવાહનો પ્રસંગ દર્શાવ્યો છે અને ભૌતિક વિવાહમાંથી આધ્યાત્મિક વિવાહનું નિરૂપણ થયું છે. આ વિગતોને આધારે વિચારીએ તો વિવાહવેલિ શબ્દ પ્રયોગ બીજ સ્વરૂપે પ્રયાજાય છે. શુભવેલિ કૃતિમાં કવિએ પોતાના ગુરૂદેવ શ્રી શુભવિજયના જીવનનો પરિચય એટલે ચરિત્રાત્મક રચના છે. શિષ્યના આધ્યાત્મિક વિકાસ માટે ગુરૂ એ બીજ સમાન છે એમનું સત્ માર્ગદર્શન મુક્તિદાયક બને છે. એટલે વેલિ શબ્દ મૂળભૂત રીતે બીજસ્વરૂપે પ્રયોજાય છે. આ રીતે વિચારીએ તો શાંતિદાયક પત્રવેલીમાં ગુરૂદેવના પત્રો શિષ્ય-સાધકને મુક્તિમાર્ગમાં બીજ સમાન કાર્ય કરે છે. પત્રોના વિચારો બીજરૂપ છે અને તેનું આચરણ ચિંતન-મનન શિષ્યને મોક્ષરૂપી ઈષ્ટફળ આપવામાં સફળ નીવડે છે. શાંતિદાયક શબ્દ જ શાશ્વત શાંતિના સંદર્ભમાં વિચારીએ તો જીવાત્માને માટે સાચી શાંતિનો માર્ગ ચીંધે છે. શાશ્વત શાંતિ સિદ્ધાવસ્થા મોક્ષ સિવાય ક્યાંય નથી એવા ગૂઢાર્થવાળા શીર્ષકથી વેલીનું અર્થઘટન-રહસ્ય સમજી શકાય છે.
‘તાત્ત્વિક પત્રવેલી’ ના પત્રો આત્મસ્વરૂપના વિકાસમાં તત્ત્વની દૃષ્ટિએ જાણવા આચરવા યોગ વિષયોના પત્રોનો સંપુટ છે. નયવાદ, સાપેક્ષવાદ, ધ્યાન, કાયોત્સર્ગ, જાપ, વ્યવહાર અને નિશ્ચય વગેરેને સ્પર્શતા વિચારોવાળા પત્રો હોવાથી તાત્ત્વિક શબ્દ પ્રયોગ યથાર્થ છે. વળી તેની સાથે ‘વેલિ’ શબ્દ મૂક્યો છે તે આત્મસ્વરૂપને પામવામાં પત્રોના વિચારો બીજ સ્વરૂપ છે એમ સ્પષ્ટ થાય છે એટલે કે તત્ત્વની વાતો સમજ્યા કે જાણ્યા વગર અધ્યાત્મ માર્ગમાં આગળ વધી શકાય નહિ. જો તે ન જાણીએ તો ઘાણીનો બળદ વર્ષો સુધી ઘાણીમાં ગોળ ગોળ ફર્યા કરે પણ લેશમાત્ર પ્રગતિ કરી નથી
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
–
૧૧૬
For Private & Personal Use Only
www.jainelibrary.org