________________
કોલમમાં અને જૈન જ્યોતિના ૩૦-૫-૩૬ના ૨૬માં અંકમાં ૩૬૫માં પેજના ત્રીજા કોલમમાં તમોએ વાંચ્યા હશે. જ્યારે દિગંબર તરફથી શ્રીયુત ચંપતરાયજી ચુંટાણા છે તો શ્વેતાંબર ત૨ફથી ચુંટાવવામાં હ૨કત આવશે નહીં અને અમને આશા છે કે તમો અને શ્રીયુત દાક્ત૨ બનારસીદાસજી જઈ પહોંચશો તો બધુંય સારું થાશે માટે હવે તમોએ જવાને માટે તૈયાર થઈ જલદી અત્રે આવવું જોઈએ. તમારા ભાડા ખર્ચનો યોગ્ય પ્રબંધ થઈ જશે. શ્રી જૈન સંઘ જયંવતો છે. તમે અત્રે ક્યારે આવશો એનો જવાબ આ પત્રના જવાબરૂપે મળવો જોઈએ. હાલ એ જ સર્વ સાથીઓને ધર્મલાભ.
૧૦. પ્રાચીન મૂર્તિઓ
વડોદરા. તા. ૩-૬-૩૬
વલ્લભ વિ. આદિના તરફથી શ્રી બાલાપુર સુશ્રાવક શેઠ સુખલાલભાઈ હર્ષચંદ્ર જેચંદભાઈ આદિ સર્વ પરિવાર જોગ ધર્મલાભની સાથે માલુમ થાય જે અત્રે સુખ શાતા છે. ધર્મધ્યાનમાં ઉદ્યમ રાખવો. શેઠ લાલચંદભાઈ, પોપટલાલ આદિ સર્વ શ્રાવક શ્રાવિકાવર્ગને ધર્મલાભ. વિશેષમાં બીનોલી જીલા મેરઠથી વકીલ બાબુ કીર્તિપ્રસાદજી ભૂતપૂર્વ શ્રી આત્માનંદ જૈન ગુરૂકુલ પંજાબ ગુજરાનવાલાના ગવર્નર - જેઓ બાલાપુરમાં પણ આવી ગયેલા છે - તેઓ લખે છે કે આકોલા જિલ્લાના વારસી તકલી ગામના એક ઘરમાંથી જૈન તીર્થંક૨ોની ૨૬ મૂર્તિઓ ઈસાના મૃત્યુથી ૭૦૦ વર્ષ પહેલાંની જમીનમાંથી નીકળી છે જે નાગપુરના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. જો એ તરફના ભાઈઓ પ્રયત્ન કરે તો મળી શકે તેમ છે. મૂર્તિઓ નીકળવાના આ સમાચા૨ તો છાપાઓમાં પણ છપાઈ ગયા છે. આશા છે આ સમાચાર આપના પણ જાણવામાં
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
Jain Education International
૧૦૭
For Private & Personal Use Only
www.jainelibrary.org