________________
વિદ્વદ્વવર્ય મુનિશ્રી પુણ્યવિજયજી આદિ પાટણ યોગ્ય વંદનાનુવંદના સુખશાતા સાથે જણાવવાનું જે અત્રે સુખશાતા છે. આ તમે સુખશાતાના સમાચાર આપતા રહેશો.
તમારા બંને પત્રો મળ્યા. સમાચાર જાણ્યા. ૧૦૦૮ શ્રી પ્રવર્તકજી મહારાજની તબિયત સંબંધી સમાચારથી ચિત્તમાં ચિંતા જ રહ્યા કરે છે. પણ ભાવી પ્રબળ. ભાવી પાસે કોઈનું ચાલતું નથી. તમે ધૈર્યવાન અને સમયજ્ઞ છો. જેથી દાદાજીને સમજાવીને જરા જરા પણ ખોરાક લેતા રહે તેમ કરશો તો ઉમેદ છે કે દેવ-ગુરૂ-ધર્મના પસાયે શાંતિશાતા થઈ જશે. વૃદ્ધપુરૂષોની બાલિહારી છે. અમારા તરફથી વંદના સાથે સુખશાતા પૂછશો અને શાતાના સમાચાર આપશો. ઔષધિ આદિ ઉપચાર કરવામાં તો તમે પૂરેપૂરા સાવધ છો જ.
પં. નેમવિજયજી, ઉત્તમવિજયજી આદિ સર્વે સાધુઓને અને સાધ્વી શ્રી દાનશ્રીજી આદિ સર્વે સાધ્વીઓને સુખશાતા જણાવશો. શ્રી સંઘને ધર્મલાભ. આ તરફ વર્ષા થોડી થઈ છે, ગરમી હજાં શાંત થઈ નથી.
૯. સર્વધર્મ પરિષદ
વડોદરા, તા. ૩૧-૫-૩૬ વલ્લભ વિ.ના તરફથી શ્રી કચ્છ ભુજપૂર સુશ્રાવક લાલન યોગ્ય ધર્મલાભ. તમારા બે પત્રો એક ૫-૫-૩૬નો અને બીજો ૭૫-૩૬નો બંને ૧૦-૫-૩૬ના રોજ અમને મળ્યા. સમાચાર જાણ્યા. તમોએ જે શ્રમ લીધો છે શાસનદેવની અને સ્વર્ગવાસી શ્રી ગુરૂદેવની કૃપાથી તે સફળ થાશે એવી આશા છે. હવે તો જૈન પ્રતિનિધિ સ્વીકારવાના સમાચાર જેન પેપરના મથાળાના પેજના ત્રીજા૪
શ્રી'
ધિ ટ્રસ્ટ, અમદાવાદ.
( ૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org