________________
જૈન ગીતા કાવ્યોનો પરિચય શ્રી તીર્થકર ભગવંતો સમવસરણમાં બેસી દેશના આપે છે . માલવ - વૈશિક (માલ-કોસ) વગેરે ગ્રામ્ય રાગોમાં હોય છે. ગીતાનો અર્થ “ગવાયેલી' થતો હોય છે. આમ ભગવાનની દેશનાને ગીતા કહી શકાય. ગીતા તરીકે “ભગવદ્ ગીતા'નું નામ જાણીતું છે. આ ગ્રંથમાં પણ કેટલેક સ્થળે જૈનદર્શનની જ વાતો ગૂંથેલી છે. અને એટલે જ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે ભગવદ્ ગીતાના કેટલાંક શ્લોકો જેમના તેમ પોતાના ગ્રંથમાં સમાવી લીધા છે.
આગમ-ગ્રંથો અર્ધમાગધી (પ્રાકૃત) ભાષામાં છે. નિર્યુક્તિ અને ભાષ્ય ગ્રંથો પણ પ્રાકૃતમાં જ છે. ચૂગ્રિંથોમાં પ્રાકૃત સાથે સંસ્કૃતનું મિશ્રણ છે. આ. શ્રી હરિભદ્રસૂરિ મ. એ સંસ્કૃતમાં ટીકાઓની રચનાનો પ્રારંભ કર્યો ત્યારથી સંસ્કૃતમાં પણ અનેક ટીકાઓ, અવસૂરિઓ, વિષમ પદો રચાયાં છે. સંસ્કૃતમાં પ્રકરણ ગ્રંથો પણ ઘણા રચાય છે. પછીના કાળમાં લોકભાષામાં બાલાવબોધ ઉપરાંત પ્રકરણ ગ્રંથો, રાસો, સઝાયો વગેરે પુષ્કળ સાહિત્ય રચાયું છે. પ્રસ્તુત ગીતા સંગ્રહમાં જ્ઞાનસાર, અહંન્દ્ર ગીતા વગેરે ઉત્તમ કોટીના ગ્રંથો છે. એ ગ્રંથો દ્વારા આધ્યાત્મિકતાનો વધુને વધુ સ્પર્શ થાય એજ મંગલ કામના.
મહા વદ ૨, તા. ૯-૨-૨૦૦૧ પાડીવ (રાજસ્થાન)
- આ. મુનિચન્દ્રસૂરિ
í
in war a man may defeat a million invincible enemies but conquering one's own self is the greatest victory.
(Page - 33) I
1
Why are you fighting with external enemies ? Fight with your ownself. One who conquers one's own self,
enjoys true happiness.
(Page - 32) (Jina Vachana)
૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org