________________
યજ્ઞ કરવાવાળો ઈશ્વરની પ્રાપ્તિ કરી શકતો નથી. ક્રોધી માણસની કદીપણ ઊર્ધ્વગતિ થતી નથી. છંદશાસ્ત્રમાં યતિનું બહુ મહત્ત્વ છે. તેવી રીતે મનુષ્ય જીવનમાં યતિધર્મ મહાન કહેવાય છે. છંદશાસ્ત્ર પ્રમાણે કટુ શબ્દોનો ત્યાગ કરવાનો હોય છે. તેવી રીતે સાધુ જીવનમાં મધુર વર્ણોનો ઉપયોગ કરવાનો હોય છે. છંદ વિશારદ જ્ઞાનીઓએ સુખની પ્રાપ્તિ માટે ઉપદેશ આપ્યો છે. આ ઉપદેશ ધર્મનો સાર છે.
અધ્યાય - ૧ શ્રી અદ્ ગીતા-મૂળ શ્લોકો बृहत्वाद् ब्रह्म सद्ज्ञानं तद् बह्माडर्हति केवलम् । परे ब्रह्मणि निर्माय, शिवे सिध्धे स्वरुपतः ॥५॥
આ જ્ઞાન દેવતા પોતાના શુધ્ધ સ્વરૂપથી શિવ એ શુધ્ધરૂપમાં અવસ્થિત આત્મામાં બ્રહ્મભાવના સત્વજ્ઞાનને ઉત્પન્ન કરે છે. માટે વિશાળતાને કારણે આ બ્રહ્મસ્વરૂપ સરસ્વતી કેવલ પર બ્રહ્મ અર્હદ્ ભગવાનની વાણીમાં વિચલિત થઈ રહી છે.
हेतुस्तस्य पुनर्ज्ञानं वैराग्य जनकं क्रमात् । तद् ज्ञानं प्रथमं गीताभ्याससाध्यं पशोरपि ॥४॥
પરમેષ્ઠિપદ એ માનવજીવનનું અંતિમ લક્ષ છે. એટલે તેની પ્રાપ્તિનું કારણ જ્ઞાન છે. જે અનુક્રમથી વૈરાગ્ય ભાવના ઉત્પન્ન કરનારું છે. પરમેષ્ઠિ પદની પ્રાપ્તિમાં સહાયક આ જ્ઞાન પશુભાવમાં રહેલા પ્રાણીઓને પણ ગીતાભ્યાસથી સાધ્ય છે.
भवद्ज्ञानान्मनोनिच्छं मावोडनित्यादि मावनात् । शिवाय शाश्वतो ध्येयः स्वभावः परमात्मन :॥९॥
જ્ઞાનોપયોગથી મન નિષ્કામ બનશે અને અનિત્યાદિ બાર ભાવનાઓ તથા મૈત્રી આદિ ચાર ભાવનાઓને ભાવવાથી અંતિમ માધ્યસ્થભાવનું પ્રગટીકરણ થશે. તેથી મોક્ષ પ્રાપ્તિ માટે પરમાત્માના શાશ્વત સ્વભાવનું ધ્યાન ધરવું જોઈએ.
आध्यात्मिको विरक्तः स्यात्तदेवाध्यात्म लक्षणम् । कषाय विषयैर्वान्तिः स्याद्ध्यात्मसुधारसे ॥ २० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org