________________
આ અષાઢ માસની શુકલ દ્વિતીયા છતાં અદ્વિતીયા તિથિ છે કે જેના વડે તે મુનીશ્વર આચાર્ય વિજય જંબુસૂરીશ્વરજીનું દર્શન કરાવાયું. *૬
__स्तम्भतीर्थीयजैनानां, सङघो रत्नाकरोपम।
चन्द्रन्ति तत्कलावेतन् कीर्तिविस्फूर्तयोऽन्वहम् ॥ ७ ॥ શ્રી સ્તંભતીર્થના - ખંભાતનગરના જૈનોનો સંઘ સમુદ્ર સરખો છે. એના કીર્તિ તરંગો કલિયુગમાં પણ હંમેશા વૃદ્ધિ પામ્યા કરે છે. ૭
स्तम्भतीर्थनगरस्य विशिष्टा, स्वागताय निरताऽमरतेयम्।
जम्बुसूरिमुनिदर्शनमिष्टं, प्राप्त मोदमुपयाति महान्तम् ॥ ८ ॥ સ્વાગત કરવા માટે રક્ત એવી શ્રી ખંભાતનગરની આ વિશિષ્ટ દિવ્યતા પૂજ્ય આચાર્ય શ્રી વિજયજંબુસૂરીશ્વરજીનાં ઈષ્ટ દર્શન પામીને મહાન હર્ષોલ્લાસને પામે છે. ૮
भक्तिभावभरसन्नमिताना-मर्थनादिह तु जैनजनानाम्।
श्रेष्ठिकस्तुरमहोदयपक्षे-ऽनायि तेन घनगर्जनकालः ॥ ९ ॥ ભક્તિભાવના ભારથી સંપૂર્ણ નમેલા જૈન મહાનુભાવોની સાગ્રહ વિનંતિથી તે સુપ્રસિદ્ધ પૂજય આચાર્યશ્રીએ શેઠ શ્રી કસ્તુરભાઈની અમર તપગચ્છ જૈનશાલા સંજ્ઞક ઉપાશ્રયમાં (સં. ૨૦૦૧નું) ચાતુર્માસ કર્યું. ૯
भूतवेदमिता अत्र, यतिराट् सन्निधानतः।
आदता जैनसङघेन, तपश्चर्या महाबलाः ॥ १० ॥ ખંભાતનગરમાં પૂજય ગુરુદેવની નિશ્રામાં પીસ્તાલીસ આગમ વિગેરેની મહાબલવાન તપશ્ચર્યાઓ જૈન સંઘે આદરી ૧૦.
अत्रान्तरे समायातं, प्रहर्षोत्कर्पपारधृक्।
पर्व पर्युषणाख्यातं, पुण्यपुञ्जप्रदं महत् ॥ ११ ॥ આનન્દની પરાકાષ્ઠાને ધારણ કરાવતું, મહાન, પુણ્યના રાશિને આપતું, પ્રસિદ્ધ પર્યુષણા નામનું મહાપર્વ તે વખતે આવ્યું. ૧૧
क्रिया तु मासक्षपणाभिधाना, व्यधायि तत्पर्वणि धर्मयोगात् ।
विवृद्धयेऽकल्पत जैनलोके, याऽनेककल्याणपरम्पराणाम् ॥ १२ ॥ ધર્મવ્યાપાર કરીને તે પર્વમાં માસક્ષમણ નામની ઉગ્ર તપશ્ચર્યા પણ કરવામાં આવી હતી, કે જે જૈનસંઘમાં અનેક કલ્યાણની પરંપરાઓની વૃદ્ધિ માટે થઈ હતી.૧૨
ર૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org