SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ છતાં પ્રમાદ ત્યાગ કરીને આત્મ કલ્યાણમાં વિશેષ પુરૂષાર્થ કરવો. સાધુ ધર્મનું પાલન કરવું હોય તો કોઈની સાથે નકામી વાતો કરવી નહિ. વિકથા કરનારા મનુષ્યોનો પરિચય કરવો નહિ. ચરણસિત્તરી અને કરણસિત્તરી ખરેખરી રીતે આત્માના ગુણોને પ્રગટાવવા માટે સેવવાની ખાસ જરૂર છે. સાદું વર્તન અને સરળતા એ સાધુપણાની શોભા છે. અંતિમ સમયે સ્વસ્થતાપૂર્વકના એમના આત્મહિતકારી વિચારો સૌ કોઈને માટે પ્રેરક બને છે. એક રાત્રિએ પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયા પૂર્ણ કર્યા પછી નવકારવાળી ગણવાની ચાલુ કરી. નવકારવાળી હાથમાંથી પડી ગઈ ત્યારે પોતાના શિષ્ય બુદ્ધિસાગરને બોલાવીને કહ્યું કે લે આ નવકાર વાળી, તું સદાકાળ ગણજે. સવારે ૮-૩૦ કલાકે સુખસાગરજીએ અનશન સમાધિ દ્વારા જીવનનો અંતિમ શ્વાસ લઈને ચિરવિદાય લીધી. સુખસાગરજીના જીવનની કેટલીક વિશેષતાઓ સંયમની આરાધના કરનારને તથા શ્રાવક શ્રાવિકા વર્ગને પણ આદર્શ દૃષ્ટાંતરૂપ બને છે. પરિમિત વચન બોલવાં. નિમિત્ત મળે તો પણ ક્રોધ ન કરવો અને શાંતિ રાખવી. સહનશીલતા રાખીને ઉપશમ ભાવમાં વૃદ્ધિ કરવી, એમની વૈરાગ્ય ભાવના અને ત્યાગ ઊંચો હતો. હૃદયની નિખાલસતાતો અપૂર્વ અનુભવ કરાવે તેવી હતી. તેઓશ્રી ભદ્રગુણની સાક્ષાત્ મૂર્તિ સમાન હતા. સ્વાધ્યાય પ્રિયતા અજોડ હતી. ચઉસરણપયન્ના દશવૈકાલિકસુત્ર આઉર પચ્ચકખાણનો નિત્ય સ્વાધ્યાય કરતા હતા. સાધુ સાધ્વી વર્ગને સંયમની આરાધનામાં સ્થિરતાને વૈરાગ્યની વૃદ્ધિમાં વસ્ત્ર, પાત્ર, અભ્યાસ અને અન્ય ચીજવસ્તુઓની સહાય કરવામાં અતિકુશળ હતા. તિથિએ ઉપવાસ, આયંબિલ અને બાકીના દિવસોમાં પ્રાયઃ એકાસણાનું તપ કરતા હતા. તેઓશ્રી ધર્મકર્મયોગી હતા. નિર્દોષ ગોચરી મેળવવાનો આગ્રહ રાખતા હતા. ગુરુ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. ચાતુર્માસ સિવાયના શેષ કાળમાં વિહાર કરવાની ભાવના. ખાસ પ્રયોજન વગર સ્થિર વાસ કરવામાં માનતા ન હતા. “સાધુ તો ચલતા ભલા'ના સૂત્રને જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યું હતું. ભાષા સમિતિના પાલનમાં ઉપયોગ રાખતા હતા. ગંભીરતાનો ગુણ કેળવ્યો હતો. તેઓ જણાવે છે કે જે મનુષ્યમાં ગંભીરતાનો ગુણ ખીલ્યો હોય છે તે ઘણાઓનું કલ્યાણ કરવાને સમર્થ છે. સૌ સાથે મૈત્રીભાવ-મિલનસારપણું અને સંપની ભાવનાથી વર્તતા હતા. ઉપરોક્ત નોંધને આધારે સુખસાગરજીના જીવન શૈલીનો અનોખો પરિચય થાય છે. ૨૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy