________________
બીજા વિભાગમાં ઉપનિષદ્ વિષયક રચનાઓ છે. મૂળભૂત રીતે તો જૈન દર્શનને જ કેન્દ્રમાં રાખીને રચાઈ છે. આચાર્યદેવ કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર, અધ્યાત્મોપનિષદ્ નામથી સુખ્યાત છે તેનો ટૂંકો પરિચય આપ્યો છે. ઉપા. યશોવિજયજીની અધ્યાત્મ ઉપનિષદ્ ભા. ૧/૨ કૃતિઓમાં આત્મસ્વરૂપની પ્રાપ્તિ મુક્તિ અને અન્ય દર્શનોની તુલના દ્વારા એક અનોખી શૈલીમાં શુદ્ધ જ્ઞાન માર્ગનો પરિચય પ્રાપ્ત થાય છે. આ બુદ્ધિસાગરસૂરિજીની શિષ્યોપનિષદ્વી રચના ગુરુ-શિષ્યના સંબંધો ઉપરાંત વ્યવહારમાં માતા-પિતા, પિતા-પુત્ર વગેરે સંબંધોમાં સફળતા મળે તેવા વિચારો સૂત્રાત્મક શૈલીમાં દર્શાવ્યા છે. જૈનોપનિષદ્ એ જૈનત્વનાં લક્ષણોનું સૂત્રાત્મક શૈલીમાં પ્રતિવાદન કરતી કૃતિ છે.
ત્રીજા વિભાગની ચરિત્રાત્મક ગીતાઓના કેન્દ્રસ્થાને નેમનાથ, પાર્શ્વનાથ, આદિનાથ જેવા તીર્થકરો છે. એમના જીવન દ્વારા મુક્તિ માર્ગમાં પહોંચવાનો શાશ્વત માર્ગ ઓળખી શકાય છે. જંબુસ્વામી - નેમિનાથ ગીતા ગુજરાતી ભાષામાં છે તેમાં વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રની શાંતિ ને સુવ્યવસ્થાની ભ્રમરગીતા જેવી કૃતિઓમાં બ્રહ્મચર્યનો અપૂર્વ મહિમા ગાવામાં આવ્યો છે. આ ગીતાઓ ગુજરાતી ભાષામાં છે. તેના દ્વારા ગુજરાતી ભાષાના વિકાસની ઐતિહાસિક વિગતો મળી આવે છે. અર્વાચીન કાળની જંબુસ્વામીની જંબુસ્વામી ગુરુ ગીતા સંસ્કૃત ભાષામાં છે તેમાં કોઈ જીવનના પ્રસંગોનો ઉલ્લેખ નથી પણ ખંભાતના ચાતુર્માસમાં થયેલી શાસન પ્રભાવના દ્વારા ગુરુ ગુણનો મહિમા ગાવામાં આવ્યો છે.
આ ત્રિવિધ ગીતા સૃષ્ટિ એટલે રત્નત્રયીની આરાધનાનો સુભગ સમન્વય. આત્મોન્નતિનો રાજમાર્ગદર્શાવતી જ્ઞાન અને ભક્તિ માર્ગની વિચાર ધારાનું અર્વાચીન કાળને ભવિષ્યની પેઢીને માટે સાતત્ય જાળવી રાખીને જૈન ધર્મના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન છે.
પંડિત દેવચંદ્રજીની અધ્યાત્મગીતા અને ચિદાનંદજીની પુદ્ગલ ગીતા ગુજરાતી ભાષામાં છે, જ્યારે બાકીની ગીતાઓ સંસ્કૃત ભાષાઓમાં છે. ઉપનિષદ્ નામવાળી કૃતિઓ સંસ્કૃત ભાષામાં છે. આ. બુદ્ધિસાગરનું જૈનોપનિષદ્ અને શિષ્યોપનિષદ્ સૂત્રાત્મક શૈલીમાં છે, જ્યારે બાકીની બધી જ ગીતાઓમાં અનુષુપ છંદનો પ્રયોગ મોટા પ્રમાણમાં થયો છે. ચરિત્રાત્મક ગીતાઓમાં અર્વાચીન કાળનાં જબુસ્વામી ગુરુગીતા” સંસ્કૃત ભાષામાં છંદોબદ્ધ કૃતિ છે. બાકીની ગીતાઓ ગુજરાતી ભાષામાં છે. તેના દ્વારા ભાષા વિકાસની ભૂમિકા ઉપલબ્ધ થાય છે. તદુપરાંત આ ગીતાઓ દ્વારા ચરિત્રના માધ્યમથી તાત્વિક સંદર્ભની વિગતો પામી શકાય છે.
સાગરાનંદસૂરિની જૈન ગીતાની શૈલી સંધિ સમાસયુક્ત હોવાથી તેનો અભ્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org