SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ બારમા પ્રકાશમાં ઉપસંહાર કરતાં મનનો જપ, પરમાનંદ, પ્રાપ્તિ, ઉન્મની સ્થિતિ ભાવ વગેરે યોગવિષયક માહિતી દર્શાવી છે. આ વિગતો આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં ઉપદેશાત્મક રીતે સ્થાન ધરાવે છે. યોગશાસ્ત્રમાં જૈનદર્શનના મૂળભૂત વિચારોનું નિરૂપણ થયું છે. મોક્ષ પ્રાપ્તિ માટેનો વિરતિધર્મ, ધ્યાનયોગ, વિદ્યા, કષાય, વિજય, મનનો જય કરવો, બાર ભાવના અને ચાર ભાવના સમકિત, મિથ્યાત્વ, રતત્રયીનું સ્વરૂપ, મંત્રજાપ, જેવા વિષયોનું ઊડું રહસ્ય પ્રગટ થયેલું છે. જેનું ચિંતન અને મનન ભવ્યાત્માઓને ભવભ્રમણમાંથી મુક્ત થવાનો જિનેશ્વર કથિત માર્ગ સ્પષ્ટ જોવા મળે તેમ છે. આ. હેમચંદ્રાચાર્યનું દર્શનશાસ્ત્રના ગહન વિચારોને સરંળ સંસ્કૃત ભાષામાં વ્યકત કરીને જન સાધારણ સુધી આ વિચારધારા પહોંચીને આત્મકલ્યાણમાં માર્ગદર્શક બને તેવી છે. વિશેષ જિજ્ઞાસાવાળા ભવ્યાત્માઓએ મૂળ ગ્રંથ અને વિવેચન વાંચવાથી સમુદ્રમંથનને અંતે અમૃતનો આસ્વાદને ઉપલબ્ધિ થાય તેમ જ્ઞાનામૃત રસાસ્વાદની પ્રાપ્તિનો અવસર પ્રાપ્ત થયો છે તો આત્માર્થ ઉપયોગ કરવા પુરૂષાર્થ કરવો જોઇએ. પૂ. શ્રીએ ૧૨૦૦ શ્લોક પ્રમાણ યોગશાસ્ત્ર ગ્રંથની રચના કરી છે. તેમાંથી મનન કરવા લાયક અને માનવ કલ્યાણમાં ઉપકારી એવા શ્લોકો દષ્ટાંતરૂપે નોંધવામાં આવ્યા છે. મનુષ્ય જન્મમાં જ જ્ઞાનોપાસના થઇ શકે છે એટલે આવા મહામંગલકારી ગ્રંથના નમૂનારૂપ શ્લોકોનો સ્વાધ્યાય આત્માર્થી જનોને માટે અધ્યાત્મ માર્ગના સાધનાપથમાં મિષ્ટાન્ન સમ મધુર આસ્વાદ કરાવીને સાધનામાં એકાગ્ર થવા નિમિત્તરૂપ બને તેમાં શંકા નથી. અધ્યાત્મોપનિષદ્દ્ના નમૂના રૂપે કેટલાક શ્લોકો ભાષાંતર સાથે પ્રગટ કરવામાં આવ્યા છે. नमो दुर्वाररागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय, महावीराय तायिने ॥ १ ॥ અનુવાદ: ઘણી મહેનતે દૂર કરી શકાય એવા રાગાદિ શત્રુઓના સમૂહનું નિવારણ કરનાર, અદ્વૈત યોગીઓના સ્વામી અને જગતના જીવોનું રક્ષણ કરનાર મહાવીરદેવને નમસ્કાર કરું છું. (પા. ૧) क्षिणोति योगः पापानि चिरकाला र्जित्यानपि प्रचितानि यथौधासि क्षणादेवाशु शूक्षणिः ? ॥ ७ ॥ ઘણા વખતથી એકઠાં કરેલ ઇંધણાઓને (લાકડાં) પ્રબળ અગ્નિ એક ક્ષણ Jain Education International For Private & Personal Use Only ૧૮૫ www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy