________________
૧૭૦
-
હે પ્રભુ, આપે કે સમય જોઈને મને આપનાથી દૂર મોકલી આપના નિર્વાણ સમયે મને ? આપ તે ત્રિભુવન નાથ આપને નિર્વાણ સમય જાણવા છતાં મને પાસે રાખવાને બદલે દૂર મેકલી દીધે-આપે તે લોક વ્યવહાર પણ ન પાળે ! હે સ્વામી! તમે તે આ ઠીક કામ કર્યું !!! શું આપે એમ વિચાર્યું કે ગૌતમ મારી પાસે રહેશે તે મારી પાસે કેવળજ્ઞાન માગશે! અથવા, એમ વિચાર્યું કે નહિ મળે તે બાળકની પેઠે મારી પાછળ પડશે !” ૪૮
“હે વીર પ્રભુઃ આ ભેળા ભકતને આપે ભેળવીને શા માટે દૂર કર્યો? હે નાથ ! આપણે બન્નેને અચળ પ્રેમ પણ આપે ન સાચવી જા !” આમ વિલાપ કરતાં કરતાં વિચક્ષણ જ્ઞાની ગૌતમસ્વામિને સત્ય જગ્યું કે વીર પ્રભુ તે સાચા વીત-રાગ સ્નેહ રહિત હતા. તેઓશ્રી રાગનું લાલન – પાલન કરે જ નહિ. આ રીતે શ્રી ગૌતમસ્વામિએ પોતાનું મન રાગમાંથી વૈરાગ્ય તરફ વાળ્યું. ૪
કેવળજ્ઞાન તે ગૌતમસ્વામિ પાસે ઉલટ ભેર આવતું હતું પરંતુ દષ્ટિરાગને લીધે દૂર રહેતું હતું. હવે તે દષ્ટિ- રાગ દૂર થવાથી શ્રી ગૌતમસ્વામિને સહેજમાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્રણે ભુવનમાં તેમને જયજયકાર થયે અને દેવેએ તેમને કેવળજ્ઞાન મહત્સવ ઉજવ્યું. કવિ શ્રી કહે છે કે હું ગણધર ગૌતમના વખાણ કરું છું જેથી ભવ્ય જને પણ તે પ્રમાણે ભવ સાગર તરી જાય) ૫૦
(વસ્તુ છંદ) શ્રી વીર પ્રભુને પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામિ ૫૦ વરસ ગ્રહવાસમાં રહ્યા, ૩૦ વરસ સંયમથી વિભુષિત થયા અને ત્રિભુવનના નમસ્કાર પામતા કેવલજ્ઞાની તરીકે ૧૨ વરસ રહ્યા. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામિ કુલ ૯૨ વરસ રાજગૃહી નગરીમાં રહ્યા અને ગુણથી મનહર એવા શ્રી ગૌતમસ્વામિ શિવ–પુરમાં સ્થાન પામશેમોક્ષપદ પામશે.
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org