________________
૨૦
૧૬૫ બીરાજમાન હતું. પ્રભુની સેવામાં આ પ્રાતિહાર્ય ભતાં હતાં. (૧. અશોકવૃક્ષ, ૨. સુરપુષ્પવૃષ્ટિ, ૩. દિવ્ય ધ્વનિ, ૪. ચામર, ૫. સિંહાસન, ૬ ભામંડળ, ૭. દેવદુંદુભિ, ૮. છત્ર.) ૧૯
સમવસરણમાં દેવે, મનુષ્ય, કિન્નર, અસુરેન્દ્રો, ઈદ્રોઈન્દ્રાણીઓ, રાજા મહારાજાઓ પ્રભુના ચરણ કમળ સેવતાં ઈદ્રભૂતિએ જોય, ત્યારે મનમાં ચમકી વિચારવા લાગ્યા.
શ્રી વીર પ્રભુનું સૂર્યના હજારે કિરણ જેવું વિશાળ રૂપ જોઈને ઈન્દ્રભૂતિને લાગ્યું કે અસંભવિત વતુ સંભવિત લાગે તેવી આ ખરેખર ઈન્દ્રજાળ છે.
૨૧ એટલામાં ત્રણ જગતના ગુરુ શ્રી વીર પ્રભુએ ઈન્દ્રભૂતિને તેમના નામ ગોત્રથી બોલાવ્યા ( હે ઈદ્રભૂતિ ગૌતમ!) અને પ્રભુએ પિતાના મુખથી ઈદ્રભૂતિના સઘળા સંશયે વેદના પદોથી દૂર કર્યા. ૨૨
ઇન્દ્રભૂતિએ પણ અભિમાન ત્યજી દઈ, (પિતાનો) જ્ઞાન-મદ દૂર કરી, ભક્તિથી પ્રભુ પાસે મસ્તક નમાવ્યું અને પાંચસે શિષ્ય સાથે સંયમ વ્રત અંગિકાર કર્યું. આમ શ્રી ગૌતમસ્વામિ શ્રી વીર પ્રભુના પહેલા શિષ્ય (ગણધર) થયા.
ઈન્દ્રભૂતિની દીક્ષાના સમાચાર સાંભળી ઈદ્રભૂતિના ભાઈ અગ્નિમૂર્તિ (પિતાના પાંચસો શિષ્યો સાથે સમવસરણમાં) ત્યાં આવ્યા. શ્રી વીર પ્રભુએ અગ્નિભૂતિને પણ તેમના નામ-ગોત્ર પૂર્વક બિલાવી તેમને પણ પ્રતિબંધ પમાડયા.
૨૪ આ પ્રમાણે શ્રી વીરપ્રભુએ અગિયાર ગણધર રત્નો સ્થાપન કર્યા. (૧. ઈન્દ્રભૂતિ. . અગ્નિભૂતિ. ૩. વાયુભૂતિ. ૪. વ્યક્ત. પ. સુધર્માસ્વામિ. ૬. મંડિત. ૩. મૌર્યપુત્ર. ૮. અકપિત. ૯, અચળબાતા ૨૦. અવિરલ. ૧૧. પ્રભાસ) પછી ત્રિભુવન ગુરુ શ્રી વીર પ્રભુએ સંયમના બાર વ્રતનો ઉપદેશ કર્યો. ૨૫
શ્રી વીર પ્રભુ છડુના ઉપવાસે પારણું કરતાં કરતાં વિહાર કરવા લાગ્યા અને ગૌતમસ્વામિ સકળ જગતમાં જય-જય-કાર થાય તેવો સંયમ પાળવા લાગ્યા.
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org