________________
૧૩૭
સુથા ચાર છે : ૧. આક્ષેપિણીઃ જ્ઞાન કે ચારિત્રનું સ્વરૂપ બતાવી દઢ કરાવનાર છે.
૨. વિક્ષેપિણીઃ અનેકાંતમતસ્યાદ્વાદનું પિષણ અને એકાંતમતનું ખંડન કરનાર છે.
૩. સંવેગિની જ્ઞાન ચારિત્ર તપ વીર્યમાં પ્રેમ વધારનારી અને ધર્માનુરાગ કરાવનારી છે. •
૪. નિદિનીઃ સંસાર, શરીર અને ભેગથી વૈરાગ્ય વધારનારી છે.
જૈનધર્મ એ કઈ સંકુચિત સંપ્રદાય નથી. જૈન ધર્મ તે રાગશ્રેષ--અજ્ઞાનને જીતનાર આત્મ સ્વભાવ છે. અજ્ઞાન અને અંશે રાગદ્વેષને અભાવ થતાં જેનપણાની શરૂઆત થાય છે, એટલે જેટલે અંશે રાગદ્વેષને અભાવ થાય તેટલે તેટલે અંશે જૈનપણને વિકાસ થાય છે, અને કેવળજ્ઞાન થતાં પૂર્ણ જૈનપણું પ્રગટે છે. તેથી જૈનધર્મ આત્માને ધર્મ છે-વિશ્વધર્મ છે.
શ્રાવક એ “શું” ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે. શું એટલે સાંભળવું. જે શાસ્ત્રનું શ્રવણ કરે તે શ્રાવક. ત્રણ અક્ષરે જુદા પાડતાં જેનામાં શ્રદ્ધા, વિવેક અને ક્રિયા હોય અર્થાત શ્રદ્ધા યુક્ત, વિવેકપૂર્વક ક્રિયા કરે તે શ્રાવક. અંતર આત્માના અનુભવથી આ દશા આવે છે. જેને સંતોષ હોય, જેના કષાય પાતળા પડયા હાય, અંદરથી ગુણ આવ્યા હૈય, સાચો સંગ મળ્યું હોય તેને શ્રાવક કહેવાય.
આત્મા કેવી અપૂર્વ અને અદ્દભૂત વસ્તુ છે ! જ્યાં સુધી તે શરીરમાં હોય, ભલેને હજારે વરસ, ત્યાં સુધી શરીર સડતું નથી. પારાની જેમ આત્મા, ચેતન ચાલ્યું જાય અને શરીર શબ થઈ પડે અને સડવા માંડે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org