________________
તે મને-દુપ્પણિધાન, (૨) કર્કશ આદિ સાવદ્ય વચન બેલે તે વાદુપ્રણિધાન, (૩) પ્રમાર્જન અને પડિલેહણ ન કરેલી ભૂમિ ઉપર બેસે અથવા પગ વગેરે અવય લાંબા-ટૂંકા કરે તે કાયદુપ્રણિધાન -આ ત્રણ અતિચાર કહેવાય છે.
(૧૦૮) (૪) બે ઘડી સમય પુરો થયા પહેલાં, અથવા, સામાયિક લીધાને યા પારવાને સમય ભુલી જઈ, સામાયિક પારે, અથવા (૫) જેમ તેમ સામાયિક કરે અથવા સમય છતાં સામાયિક ન કરે અથવા ઘર વેપારની ચિંતાથી શુન્ય મનથી સામાયિક કરે–આ નવમાં વ્રતના અતિચાર છે. તેને જે હઠાવે તેની બલિહારી છે. (૧૯)
-ગાથા ૧૧૦ તથા ૧૧૧ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫.
૧૦. દેસાવગાસિક વ્રતઃ આ વ્રતમાં, સાતમાં વ્રતમાં આખા જીવન માટે સ્વીકારેલા ૧૪ નિયમને માટે કરેલી ધારણામાં, એક દિવસ માટે સંક્ષેપ કરવાનો છે, તેમાં પણ દિશા (ઉપાશ્રય કે પૌષધ શાળાથી) બહાર ન જવાને નિયમ કરવાનો છે. (ધર્મકાર્ય માટે જવાની છૂટ છે.) આ વ્રતના પાંચ દેષ ટાળી શ્રાવક પિતાના મનમાં સંતોષ કરે છે.
(૧૧૨) (૧) મુકરર કરેલ હદની બહારથી કાંઈ વસ્તુ અંદર મંગાવવી. (૨) અંદરથી મુકરર કરેલ હદની બહાર કઈ વસ્તુ મોકલવી.
(૩) નિયમિત ભુમિકાથી બહાર રહેલાને બોલાવવા માટે વ્રતનું ઉલ્લંઘન ન થાય એ ભયથી શબ્દ-અવાજ-ખુંખારે કરી બોલાવે.
(૪) પિતાનું રૂપ-શરીર દેખાડે–નિશાની કરી હદ બહારથી બેલાવે અથવા વસ્તુ મંગાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org