________________
નમ્ર પ્રયાસ
ક્યાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને ક્યાં આ બાળક ક્યાં જ્ઞાનના મહાસાગર એવાં વિભૂતિ અને ક્યાં અલ્પજ્ઞાની આ શિશુ? –છતાંયે પૂ. આચાર્ય તરફનાં અનન્ય ભક્તિભાવથી પ્રેરાઈને જ આ ગ્રંથ લખવાની મેં ચેષ્ટા કરી છે. હેમચંદ્રાચાર્યનાં જીવન અને કાર્ય વિષે યથાશક્તિ જાણવાનો મારો પ્રયાસ અને તેમનાં ગ્રંથોનાં અધ્યયનમાંથી મને જે પ્રાપિત થઈ તે મેં આ પુસ્તકમાં શબ્દ દેહે ઉતારી છે. આચાર્યશ્રીએ તેમના જીવનકાળ દરમ્યાન વિપુલ પ્રમાણમાં સાહિત્યની રચના કરી હતી. અનેક વિષયોને આવરી લેતાં સવાંગી સાહિત્યને અભ્યાસ કરવો તે પણ એક કઠિન કાર્ય છે. એક તરફ વ્યાકરણ હોય તો બીજી તરફ પ્રમાણને લગતો ગ્રંથ હોય. એક તરફ યોગ શાસ્ત્ર તો બીજી તરફ નિઘંટુ જેવાં શબ્દ કોશો. એક એક ગ્રંથ જ્ઞાનના ભંડાર સમાન છે આટલાં બધાં ગ્રંથોમાંથી નવનીત તારવવાનું મુશકેલ કાર્ય અનેક વિદ્વાને અગાઉ કરી ચૂક્યા છે. મેં પણ યથાશક્તિ, મારી શેલી પ્રમાણે અત્રે પ્રયાસ કર્યો છે. આચાર્યશ્રીના જીવનને લગતી ઘણી પુસ્તિકાઓ પણ પ્રકાશિત થઈ ચૂકી છે. આવી પુસ્તિકાઓના કલેવર મુજબ આચાર્યશ્રીની જીવન કથા ટૂંકાણમાં આપી છે. તેમનાં અનેક ગ્રંથોનું અઘરું વિવેચન ટાળવાનો પ્રયાસ પણ મેં કર્યો છે. મારો આશય તેમનાં ગ્રંથોનો પરિચય કરાવીને તે રથોમાંની વિગતનો થોડો રસાસ્વાદ કરાવવાનો રહ્યો છે . યોગશાસ્ત્ર જેવા ગ્રંથને મેં સંક્ષિપ્તમાં. પણ બધા પાસાઓ દશાવીને રજૂ કર્યો છે. તેમનાં લખેલાં સ્તોત્રો પણ મેં સારી એવી સંખ્યામાં મૂકેલાં છે. ખાસ કરીને સલાહત, વીરજિન સ્તોત્ર અને મહાદેવ સ્તોત્રના શ્લોકો આ આશયથી રજૂ કર્યો છે. આજ કાલ આ સ્તોત્રોવાળાં પુસ્તકો પણ ખાસ ઉપલબ્ધ નથી તેથી વાંચકોને તે ઉપયોગી નિવડશે .
5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org