________________
કરનારા ઘણા મળે છે, પરંતુ ત્રુટિઓ દેખાડનારા વિદ્વાન ઓછા મળે છે. હું ઇચ્છું છું કે ત્રુટિઓ બતાવે તો એનો ભવિષ્યમાં અમારા સંપાદનમાં ઉપયોગ કરીશું.’
એમને જોતાં એવો પ્રશ્ન થતો કે એમની વિદ્વત્તા ચડે કે સાધુતા ? એનો ઉત્તર એ કે એમની સાધુતા વિદ્વત્તાથી વધુ શોભાયમાન બની હતી અને વિદ્વત્તા સાધુતાના પારસસ્પેશથી વધુ કલ્યાણકારી બની હતી. આગમ પ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીએ કરેલાં સંપાદનોની સર્વાંગી પરિપૂર્ણતાથી માત્ર દેશના નહીં, બલકે વિદેશના વિદ્વાનો પણ પ્રસન્ન થયા હતા. કઠિનમાં કઠિન ગ્રંથો એમના સંપાદન દ્વારા અણીશુદ્ધ બનીને નવસર્જન પામતા હતા. જૈનસાહિત્ય ઉપરાંત બૌદ્ધસાહિત્ય અને વૈદિક સાહિત્યમાં એમની રુચિ હતી અને ઐતિહાસિક તેમ જ તુલનાત્મક દૃષ્ટિ તથા તટસ્થ વિચાર કરવાની પદ્ધતિને લીધે એમનું કાર્ય માત્ર જૈનસાહિત્ય કે ભારતીય સંસ્કૃતિની દૃષ્ટિએ જ નહીં, બલકે માનવ સંસ્કૃતિને માટે મહત્ત્વનું બની રહ્યું. આમ નરી આંખે ન દેખાય તેવું આંતરિક તપ સ્વાધ્યાય તપ - કર્યું અને જીવંત વિદ્યાલય સમા વિદ્યાર્થીઓ આપ્યા. અનેક સંસ્થાઓ અને ગ્રંથમાળાઓમાં પ્રાણ પૂર્યા.
આવા મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના જીવનકાર્યને અનુલક્ષીને એમની જન્મશતાબ્દીએ વિન્ગોષ્ઠીનું બે સંસ્થાઓના સહયોગથી સુંદર આયોજન થયું, તેનો આનંદ આ ગ્રંથના પ્રકાશન સમયે વ્યક્ત કરું છું અને ડૉ. નિરંજનાબહેન વોરાએ આ ગ્રંથ તૈયાર કરવા માટે ઉઠાવેલા પરિશ્રમ બદલ તેમને ધન્યવાદ આપું છું.
અમદાવાદ ૬-૪-૨૦૦૧
Jain Education International
६
-
For Private & Personal Use Only
કુમારપાળ દેસાઈ
www.jainelibrary.org