________________
૬. હસ્તપ્રત-પ્રકાશન : મર્યાદાઓ અને અપેક્ષાઓ
પ્રો. ડૉ. બંસીધર ભટ્ટ
પશ્ચિમમાં આગમ હસ્તપ્રત-પ્રકાશન :
પ્રાચીન સંસ્કૃત, પ્રાકૃત કે પાલિ ગ્રંથના વિશ્લેષણાત્મક અધ્યયન દ્વારા તેની મૌલિકતા કે ઐતિહાસિકતા નક્કી કરવામાં અનેક મળી શકતી હસ્તપ્રતોના આધારે થયેલા તે ગ્રંથનાં પ્રકાશનોની ખૂબ આવશ્યકતા થઈ પડે છે. લગભગ વીસમી સદીની શરૂઆત સુધી કોઈ જૈન-આગમ ગ્રંથનું પ્રકાશન થયું ન હતું, તેથી કેટલીક પશ્ચિમની સંસ્થાઓએ સંશોધનના મુખ્ય ઉદ્દેશ્યથી આવી ઘણી બધી હસ્તપ્રતો ભારતમાંથી ખરીદી એકઠી કરી હતી અને ત્યાંના અનેક સંશોધન-કર્તાઓને જરૂર પડતાં તેમને જે તે હસ્તપ્રતો પૂરી પાડી હતી. આ પ્રકારના ગ્રંથ-ઐતિહાસિક સંશોધન માટે આલ્બરેખ વેબરે ૧૮૬૬માં, ભગવતીસૂત્રનાં કેટલાંક શતકોનું પ્રકાશન એક હસ્તપ્રતના આધારે કર્યું. (Ueber ein Fragment der Bhagavati..., Akad. D. Wissensch. Berlin.....), હેરમાન યાકોબીએ ૧૮૮રમાં આચારસૂત્રનું પ્રકાશન લગભગ ૮ હસ્તપ્રતોના BALA? HUL? usej (The Ayaramga Sutta...., Pali. Text Society. London), એસ્ટે લોયમાને ૧૮૮૩માં ઔપપાતિકસૂત્ર પ્રકાશિત કર્યું. (Das Aupapātika Sūtra...... Abhand. Kund. Morgenl. 8.2. Leipzing. à 42 244241: H. Jacobi in : Lit Blatt.... Philologic 2, pp. 46-49 - Reprint : Nendeln, Liechtenstein : Kraus Reprint 1966) Beat ૧૮૯રમાં લગભગ ૮-૯ હસ્તપ્રતોના આધારે તૈયાર કરેલા દશવૈકાલિકસૂત્ર અને તેની નિકિતઓના પ્રકાશન અને સંશોધનનો (Dashavaikalika-sutra and - niryukti... ZDMG. ૪૬, pp. ૫૮૧-૬૬૨..... Wiesbaden) આધાર લઈ વાલ્મફેર શ્બ્રીગે ૧૯૩૨માં તે દશવૈકાલિકસૂત્રનું પ્રકાશન નાગરી લિપિમાં અંગ્રેજી અનુવાદ સાથે બહાર પાડ્યું (દસયાલિયસુત્ત,...... Sheth Anandji Kalianji, Ahmedabad, Reprint : Klein. Schrift. Schubring...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org