________________
૨૦૦ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન આગમોનું સંશોધન કરવાનું સ્વીકાર્યું અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે એ યોજનાને પૂરી કરવાની તૈયારી બતાવી એ બહુ સારું થયું.
શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ
પરમપૂજ્ય, આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રુતપરાગમી વિદ્વાન મુનિવર હતા. અને તેઓશ્રીની જ્ઞાનોદ્ધારને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ તેઓની આદર્શ વ્યુતભક્તિની કીર્તિગાથા બની રહે એવી હતી. તેઓએ પોતાના ૬૨ વરસ જેટલા દીર્ઘ દીક્ષા પર્યાય દરમ્યાન જીવનભર જ્ઞાનોપાસના, શાસ્ત્રસંશોધન, જ્ઞાનપ્રચાર અને જ્ઞાનની બહુમૂલ્ય સામગ્રીના રક્ષણનું સંઘોપકારક કાર્ય પૂરી નિષ્ઠા અને એકાગ્રતાથી કરતાં રહીને, પોતાના દાદાગુરુશ્રીના તથા ગુરુશ્રીના જ્ઞાનોદ્ધારના સંસ્કારવારસાને વિશેષ ગૌરવશાળી બનાવ્યો હતો.
શ્રી જૈન પ્રાપ્ય વિદ્યા ભવન, અમદાવાદ
તેઓ માત્ર એક વ્યક્તિ નહીં પણ જીવંત સંસ્થારૂપ હતા.
- પૂજ્ય મુનિ શ્રી કીર્તિચંદ્રવિજયજી
મુનિ શ્રી પુણ્યવિજ્યજી મ. નું નામ સ્મૃતિમાં આવવાની સાથે જ જાણે કે પુરાતત્ત્વ, આગમપ્રકાશન, પ્રાચીન હસ્તપ્રતોના ભંડારો કલ્પનામાં ઊભરાવા લાગે, એમનું જીવન જ્ઞાનની સતત ઉપાસનામાં ઓતપ્રોત થયેલું દેખાય, એમની અદ્ભુત કાર્યશક્તિ, સરળતા અને સૌમ્યતા અંતરને ભક્તિભાવથી સ્પર્શી જાય.
- જૈન પ્રકાશ' સાપ્તાહિક મુંબઈ : ૧૫-૧૯૬૨
તેઓએ સંપાદિત કરેલ બૃહત્કલ્પભાષ્યની કીર્તિમંદિર સમી આવૃત્તિનો નિર્દેશ હું અહીં કરવા ઇચ્છું છું. ભારતમાં જેઓ અત્યાર સુધી સંશોધિત નહીં થયેલ ગ્રંથોને પ્રકાશિત કરવાની તૈયારી કરી રહ્યા છે તે સર્વને માટે આ આવૃત્તિ એક નમૂનાની ગરજ સારે એવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org