________________
સંસ્કૃત ગ્રંથોની પાઠસમીક્ષાનો આરંભકાળ
૧૭૧
૩. પાઠાંતર બાબતે વિચારણા
સાયાણભાષ્યનો અભ્યાસ કરીને મેક્સમૂલરે નોંધ્યું છે કે ક્યારેક ભાષ્યકારો એક જ ઉદ્ધરાણને જુદા જુદા સંદર્ભમાં જુદી જુદી રીતે ઉદ્ભૂત કરે છે. આનું કારણ એ છે કે ભારતીય ગ્રંથકર્તાઓ ઘણેભાગે તેમની સ્મૃતિ પર આધાર રાખતા હોય છે. એટલે કે આવાં ઉદ્ધરણને નોંધપાત્ર પાઠાંતર તરીકે વિશેષ ધ્યાનમાં લેવાની જરૂર રહેતી નથી. આથી મેક્સમૂલરે એવું વલણ રાખ્યું છે કે આવા જુદી જુદી રીતે ઉદ્ભૂત થયેલા સંદભ પરિવર્તિત કર્યા વિના અર્થાત્ એકરૂપ બનાવ્યા વિના યથાવત્ રાખવા જોઈએ. અલબત્ત, આવા વિવિધ સ્વરૂપે ઉદ્ભૂત થયેલા સંદર્ભો, એકત્રિત કરેલી અનેક હસ્તપ્રતોમાંની ઉત્તમ હસ્તપ્રતો દ્વારા સમર્થિત થતા હોવા જોઈએ.
૪. શુદ્ધીકરણ
સાયણે ઉદ્ધત કરેલા વિવિધ સંદર્ભો ઘણેભાગે અધૂરા પણ હોય છે. આથી તેને પૂર્ણ કરવા માટે તે તે સંદર્ભગ્રંથો જોવાની આવશ્યકતા રહે છે. પરંતુ આ સંદર્ભગ્રંથોમાંના કેટલાક પ્રકાશિત છે તો બીજા કેટલાક હસ્તપ્રતોમાં જ અપ્રકાશિત સ્વરૂપે સચવાઈ રહ્યા છે. આથી સાયણે અધૂરા રાખેલા તે સંદર્ભોને પૂરા કરવા માટે જ્યારે અન્ય ગ્રંથોની હસ્તપ્રતો વગેરેને ઉપયોગમાં લેવામાં આવે છે, ત્યારે સાયણભાષ્યની પ્રતિલિપિમાં લહિયાના હાથે જે પણ અશુદ્ધિઓ ઊભી થઈ હોય, તે અંશનું શુદ્ધીકરણ પણ થઈ જાય છે. ઉપરાંત એકનું એક ઉદ્ધરણ વારંવાર વપરાતું હોય ત્યારે પણ તેનું એક જગ્યાએ શુદ્ધીકરણ થઈ ગયા પછી ફરી ફરીને જ્યારે લહિયાના હાથે એટલા અંશમાં અશુદ્ધિઓ પ્રવેશી હોય તો તેનો સંસ્કાર કરવો પણ સરળ બની જાય છે.
આ જ પ્રમાણે માધવાચાર્યું છે જે અર્થઘટનો કરેલાં છે અને સાયણે એને જ્યાં જ્યાં ઉદ્ભૂત કર્યા છે ત્યાં તેટલા અંશના પાઠનું પુન:સંપાદન કરવું પણ સહેલું બન્યું છે. કેમ કે માધવાચાર્યે કરેલાં અર્થઘટનો જુદા જુદા સૂતોના સંદર્ભમાં સાયાણે વારંવાર ઉવૃત કર્યા છે. આથી લહિયાઓને હાથે આટલા અંશમાં જે અશુદ્ધિઓ પ્રવેશી છે તેને તો અન્યત્ર ઉદ્ભૂત થયેલા અંશના આધારે શુદ્ધ કરી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org