________________
૧૯. સંસ્કૃતગ્રંથોની પાઠસમીક્ષાનો આરંભકાળ પૂર્ણિમા ઉપાધ્યાય
૧. ભૂમિકા
મહાભારતની ‘સમીક્ષિત આવૃત્તિ'ની જરૂરિયાત વિષે સૌ પ્રથમ ઉચ્ચારણ ઈ. સ. ૧૮૯૭માં ‘ઇન્ટરનેશનલ કૉંગ્રેસ ઑફ ઑરિએન્ટાલીસ્ટસ'ની પેરિસમાં મળેલી અગિયારમી પરિષદમાં પ્રોફે. એમ. વિન્ટરનિટ્સે કર્યું. ત્યાર પછી, તેમણે ઈ. સ. ૧૮૯૯માં બારમી પરિષદ મળી ત્યારે ‘સંસ્કૃત એપિક ટેક્સ્ટ સોસાયટી'ની સ્થાપનાનો પ્રસ્તાવ રજૂ કર્યો. બર્લિન અને વિયેનાની એકેડેમીઓએ ફંડ ઊભું કર્યું અને કાર્યના પ્રાથમિક તબક્કાનો આરંભ થયો. ઈ. સ. ૧૯૦૮માં પ્રોફે. હેનરીચ લ્યૂડર્સે અઢાર પાનાની આદિપર્વના સડસઠ શ્લોકોની એક નમૂનારૂપ સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરી. આમાં તેમણે જુદા જુદા પાઠાંતરોને પાછીપમાં નોંધ્યા; અને પરિશિષ્ટમાં બ્રહ્માગણેશનો પ્રક્ષેપ મૂક્યો.
આ કાર્ય થયા પછી ૨૦ વર્ષે, એટલે કે ઈ. સ. ૧૯૨૮માં ફરીથી પ્રોફે. વિન્ટરનિટ્યું એ પરિષદમાં ટકોર કરી કે ‘ઇન્ટરનેશનલ એસોસિએશન ઑફ એકેડમીઝ’એ નમૂનાની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવા સિવાય બીજું કશું છાપ્યું નથી. પરંતુ બીજા વિશ્વયુદ્ધને કારણે આ મહત્ત્વાકાંક્ષી કાર્યને થંભાવી દેવું પડ્યું હતું.
બીજા વિશ્વયુદ્ધ પછી ‘ભાડારકર ઓરિએન્ટલ રીસર્ચ ઇન્સ્ટિટયૂટ' (પુના)એ નવા ઉત્સાહ અને ખંતપૂર્વક આ કાર્યને નવેસરથી ઉપાડ્યું. ઈ. સ. ૧૯૧૯માં શ્રી રામકૃષ્ણ ગોપાલ ભાણ્ડારકરે ‘મહાભારત’ ની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવાના મહાકાર્યનો શુભારંભ કર્યો. આ કાર્ય ક્રમશ: આગળ વધતાં, પ્રોફે. વી. એસ. સુકર્થંકર સાહેબે ઈ. સ. ૧૯૩૩માં સૌથી પહેલાં ‘આદિપર્વ'ની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરીને પ્રકાશિત કરી. તેની પ્રસ્તાવનામાં (Prolegomena to Mahabharata) આ સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવા
Jain Education International
૧૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org