________________
૧૬૪ હwતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન
ઉપર્યુક્ત વંશવૃક્ષના અનુસંધાનમાં કોઈ પણ આધુનિક પાઠસંપાદકે પોતાની પાઠસમીક્ષાનાં લક્ષ્ય નીચે મુજબ બનાવવા જોઈએ :
૧. દેવર્ધિગણિ ક્ષમાશમણે સંગૃહીત કરેલો પાઠ, કે જે “જૈન મહારાષ્ટ્રી પ્રાકૃત’માં ઉપનિબદ્ધ હતો, તે તો પ્રોફે. કે. આર. ચંદ્રાસાહેબ જણાવે છે તેમ ભાષાકીય દષ્ટિએ પ્રમાણમાં ઘણો અર્વાચીન કહેવો પડે એવો પાઠ છે. તેની પણ પૂર્વે નજર કરીએ તો સ્થૂલભદ્ર પાટલિપુત્રમાં વ્યવસ્થિત' કરેલો પાઠ, કે જે પ્રાચીન અર્ધમાગધીમાં હશે, તેના સ્વરૂપની ગવેષણા કરીને, પ્રોફે. કે. આર. ચંદ્રાના મતે તે અર્ધમાગધી ભાષામાં જૈનાગમોને પાઠ પુન: સ્થાપિત કરવો જોઈએ." કેમ કે, પાઠસમીક્ષાશાસ્ત્ર પ્રાચીનતમ પાઠની શોધનું લક્ષ્ય લઈને પ્રવર્તાવવામાં આવે છે, (અને તેમ કરવામાં આગમોમાં અર્થની દષ્ટિએ કશી હાનિ થવાની નથી).
નિદર્શ રૂપે કહીએ તો, ડૉ. કે. આર. ચંદ્રાસાહેબે ધ્યાન દોર્યું છે તે મુજબ આધુનિક સંપાદકોમાંના એક બ્રિગે આગમોના પાઠમાં મધ્યવર્તી અલ્પપ્રાણ વ્યંજનોનો લોપ અને મહાપ્રાણોનો હૃકાર કરી નાખ્યો છે. (જે અર્વાચીન પ્રાકૃતનું લક્ષણ છે.) તથા બીજા મુનિ શ્રી જબ્બવિજયજીએ પ્રારંભિક અને મધ્યવર્તી નકારના સ્થાનમાં સર્વત્ર નકાર કરી દીધો છે, જે વાસ્તવમાં પરવર્તીકાળની પ્રાકૃત ભાષાનું લક્ષણ છે.
કેવળ ઐતિહાસિક તથ્ય ઉપર આધારિત, ડૉ. કે. આર. ચંદ્રાસાહેબની રજૂઆતને જે ધ્યાન ઉપર નહીં લેવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ જૈનાગમોને ભાષાકીય દષ્ટિએ ઈસુ ખ્રિસ્તના સમય પછીની આધુનિક રચના માનવા પ્રેરાશે. આ સ્થિતિ સ્વાભાવિક રીતે જ ભયાવહ છે!
અને પ્રસ્તુત લેખ લખનાર અત્યલ્પજ્ઞ વિચારકને એમ જણાય છે કે -
૨. “સહાયક સામગ્રી' તરીકે ચૂર્ણિમાં મળતો પાઠ જ ઉપલબ્ધ હસ્તલિખિત પ્રતો અને શીલાચાર્યાદિની “સંસ્કૃત વૃત્તિ કરતાંય પ્રાચીન હોય તો તેની મૂળ પાઠ તરીકે પ્રતિષ્ઠા કરવી જોઈએ અને તે પાઠ દુબોધ હોય તો તેના અર્થઘટન માટે યત્ન કરવો જોઈએ. કેમ કે પાઠસમીક્ષાનો એક અધિનિયમ છે કે “કઠિન પાઠને પહેલી પસંદગી આપો”. (Prefer the harder reading).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org