________________
૧૬૨ હસ્તપ્રતવિધા અને આગમસાહિત્ય: સંશોધન અને સંપાદન
(ક) હસ્તલિખિત પ્રતિઓમાં વિવિધ પાઠો મળતા હોય ત્યાં કોઈ પાઠ ચૂર્ણિસંમત હોય અને કોઈ પાઠ વૃત્તિસંમત હોય તો વૃત્તિસંમત પાઠ મોટે ભાગે મૂળમાં સ્વીકાર્યો છે, અને બીજો પાઠ પાદટિપ્પણમાં આપ્યો છે.) (ખ) તેમ છતાં, ચૂર્ણિસંમત પાઠને પણ અનેક સ્થળે મૂળમાં સ્વીકાર્યો છે.
(ગ) હસ્તલિખિત પ્રતિઓમાં જે પાઠ મળ્યો નથી, છતાં ચૂર્ણિ-ટીકાના આધારે જે પાઠ અત્યંત જરૂરી લાગ્યો છે, તે પાઠ [] આવાં ચોરસ કોકમાં તેમણે મૂક્યો છે.”
મુનિ શ્રી પુણ્યવિજયજીએ નંતિસુત્ત અને મજુર ના સંપાદન બાબતે લખ્યું છે કે -
‘જ્યારે ચૂર્ણિકાર કે વૃત્તિકારો જુદા જુદા પાઠભેદોને સ્વીકારીને વ્યાખ્યા કરતા હોય ત્યારે બ્રહવૃત્તિકારે સ્વીકારેલા પાઠભેદને જ મૂળસૂત્રપાઠ તરીકે મોટે ભાગે અમે અમારા સંપાદનમાં સ્થાન આપ્યું છે.'
શ્વેતાંબર આગમોના પાકસંપાદનમાં આ બે બહુશ્રુત મુનિશ્રીઓએ પાઠપસંદગી બાબતે જે ઉપર્યુક્ત નિયમો સ્વીકાર્યા છે, તેમાંથી બે મુદ્દાઓ ઊપસી આવે છે :
૧. હસ્તલિખિત પ્રતિઓ, ચૂર્ણિ અને વૃત્તિ - એ ત્રણમાંથી જે પ્રાચીનતમ ગણાય છે તે ચૂર્ણિનો પાઠ પસંદગી બાબતે દ્વિતીય ક્રમાંકે ઉપયોગ કરાયો છે એટલે કે પ્રાચીનપાઠીની સ્થાપનાનું લક્ષ્ય પ્રધાન નથી. પણ વૃત્તિ સંમત પાઠને પ્રથમ કમાંકે પસંદગી આપી છે. કેમ કે તે પઠન-પાઠનમાં ઉપયોગી છે.
૨. પ્રકરણ, વાક્ય કે વાક્યર્થને સુસંગત કરવા કે પરિપૂર્ણ કરવા માટે જે અત્યંત જરૂરી’ લાગે તો ત્યાં ચૂર્ણિનો પાઠ ] માં ઉમેર્યો છે.
આમ હસ્તલિખિત પ્રતિઓને આધારે આ પાઠસંપાદનો થયાં હોવા છતાંય, તેમાં અમુક અમુક સ્થળોએ પ્રથમ ક્રમાંકે “વૃત્તિ'નો તથા દ્વિતીય ક્રમાંકે ચૂણિ” નો ઉપયોગ કરાયો છે. આમાં ચૂર્ણિસંમત પ્રાચીનતમ પાઠ’ મળતો હોવા છતાંય, તે મોટે ભાગે પાદટિપ્પણમાં જ નિર્દેશાયો છે. એવી જ રીતે, જેનાગમોની ભાષામાં એકરૂપતા નથી' એનાથી આ બન્ને સંપાદકો સભાન હોવા છતાંય તેમાં એકરૂપતા અને પ્રાચીનતાના પુન:સ્થાપનના મુદ્દા તરફ તેમનું ઉદાસીનતાપૂર્ણ વલણ છે. ૪. પાઠપરંપરાના વંશવૃક્ષમાંથી સૂચવાતા લક્ષ્યાંકો
સામાન્ય રીતે, આધુનિક પાઠસમીક્ષાશાસ્ત્રનો એ આગ્રહ હોય છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org