________________
હસ્તપ્રતનું સાંસ્કૃતિક - શૈક્ષણિક મૂલ્ય અને કેટલીક હસ્તપ્રત ૧૪૭ છે કે આ ગણિકા-ભવ શી વિસાતમાં ? પણ ગણિકા-ભાવ પાઠ કોશાની ભાવસૃષ્ટિ અને ભાવસંક્રાન્તિના નિરૂપણના સંદર્ભમાં વધુ કાવ્યાત્મક બને છે. સ્થૂલિભદ્રને જોયા પછી એનો ગણિકા-ભાવ ગયો ને પ્રતિભાવ જાગ્યો. ગણિકા-ભાવ હવે એને જળ ઉપરના લખાણ સમો નિરર્થક લાગે છે. એટલે તો એ પછીની પંક્તિઓમાં કહે છે. પ્રેમિ કાદવિ કલી કાઢિ કાઢિ કરિ કરિ સુખી” (પ્રેમથી કાદવમાં ખૂંપેલીને બહાર કાઢીને સુખી કર) પ્રેમ એની આકાંક્ષા બને છે. ૫. કોશાના શૃંગારનિરૂપણમાં આવી પંકિતઓ છે : ‘પીઉ જમલિ ઝીલણ લાગી, રમાઈ રમતિ રાગી, માલા-ભમર જાગી, દેખી ઈસ્યઉં નવિ બોલાઈ ન સૂઈ નારી'. છેલ્લી પંક્તિનો અર્થ બરાબર બેસતો નહોતો.
અન્ય કેટલીક પ્રતોમાં તવ બોલ ને સોહઈ નારી’ મળ્યો. શૃંગારચિત્રમાં આ બીજો પાઠ બરાબર બેસી ગયો ને વધુ સ્વીકાર્ય લાગ્યો.
(પ્રિયના સાથમાં સ્નાન કરવા લાગી. રાગથી રમત-ક્રિીડા કરે છે. આવું દેખી ભ્રમર-માળ જાગી. ત્યારે નારીનો બોલ શોભતો નથી - નારી બોલતી નથી.)
નારી કેમ બોલતી નથી ? કવિ વાચકોને પૂછે છે “કહુ જાણ વિચારી - જ્ઞાની, તમે વિચારીને કહો કે નારી કેમ બોલતી નથી? આનો જવાબ પછીની કડીમાં છે. જાણી અલિ પરિમલગુણ-વાહ્યા, કમલ વરસઈ ઊડી આયા, ' ' ! મુઝ બોલતાં અહર જિ ડસઈએ, પાસઈ પણિ પ્રાઉડી હસઈએ (ભમરાઓ કમલની બ્રાંતિથી (કોસાના મુખને કમળ માનીને) ઊડી આવ્યા છે. જો હું બોલું તો ભમરા અધર પર હસે અને પાસે રહેલો પ્રિયતમ હસે).
આમ મઝાનું એક શૃંગારરસિક કલ્પનાચિત્ર ઊભું થાય છે. આ આખા સંદર્ભમાં પાઠની સ્વીકૃતિ નક્કી કરવાની થાય છે. ૬. ક્યારેક એવું બને કે બે જુદા પાઠો બન્ને એકસરખા સ્વીકાર્ય લાગે.
પતિ-પત્નીને વશ કેમ થાય ? તો સ્ત્રીના ગુણિયલપણાથી. આનું નિરૂપણ કવિ આમ કરે છે :
ક પ્રત : ‘પ્રીતિ વહઈ નખમંસ તણી પરિ, અધિક ભમઈ નહી વલિ ઘરિવરિ, કાજ કહી જઉ પીહરિ જાવઈ તુ પ્રાઉડનારી વસઈ આવઈ”. (નખ-માંસની પેઠે અતૂટ પ્રીતિ દર્શાવે, ઘેરઘેર અધિકું ભમે નહીં, અને પિયરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org