________________
હસ્તપ્રતનું સાંસ્કૃતિક - શૈક્ષણિક મૂલ્ય અને કેટલીક હસ્તપ્રત ૧૪૫ વળી કૃતિઅંતર્ગત, કૃતિનિર્માણમાં કવિનાં જે વલણો, કવિનો જે તરફનો ઝુકાવ એને કઈ હસ્તપ્રત વધારે ચુસ્તીથી વળગી રહે છે એ પણ મુખ્ય પ્રતની પસંદગીનું એક મહત્ત્વનું પરિબળ બની રહે.
મેં “ગુણરત્નાકરછંદ ની જે ૧૦ પ્રતોને ઉપયોગમાં લીધી એમાં સૌથી જૂની પ્રત સં. ૧૬૧૮ના લેખનવર્ષવાળી હતી. (કૃતિનું રચના વર્ષ સં. ૧૫૭૨) પણ એને પાઠો ભ્રષ્ટ હતા. એને સ્થાને કૃતિની વાચના તૈયાર કરવા માટે જે પ્રતનો મુખ્ય આધાર લીધો તે સં. ૧૭૧૬ના લેખનવર્ષવાળી હતી. પણ એ એટલા માટે સ્વીકારી. કે વિવિધ છંદોમાં રચાયેલી આ કૃતિના ચારણી છટાના છંદોલયને આ પ્રત, કેટલાક જૂજ અપવાદે, બહુ જ ચુસ્તતાથી જાળવતી હતી. કડીઓના અંત્યાનુપ્રાસઆંતરપ્રાસ, યમક-ચમત્કૃતિને પણ ચુસ્ત રીતે વળગી રહેવાનું વલણ આ પ્રત ધરાવતી હતી. કૃતિના બહિરંગની સુંદર માવજત કરવા તરફ કવિનું જે વલણ રહ્યું છે તેને આ પ્રત ચોકસાઈથી અનુસરતી હતી. અન્ય પ્રતોના પાઠોની તુલનામાં આ પ્રતના પાઠો કૃતિના આંતર-બાહ્ય સૌંદર્યને કાવ્યાત્મક ઓપ આપવામાં વધુ સહાયક બનતા હતા. (જોકે અનેક જગાએ આ પ્રતના પાઠ છોડવાનું પણ બન્યું જ છે એ સ્પષ્ટતા પણ કરી લઉં) અન્ય પ્રતનો પાઠ સ્વીકારવામાં કે મુખ્ય પ્રતનો પાઠ છોડવામાં છંદ, પ્રાસ, અન્વયાર્થ, અર્થબોધ સૌંદર્ય એમ અનેક બાબતો ધ્યાનમાં રાખવાની રહે છે. કેવળ કેટલી વધુ પ્રતો અમુક પાઠ આપે છે કે નથી આપતી એટલું સીધું ગણિત પણ એમાં ચાલી શકે નહીં. હસ્તપ્રત-પાઠભેદ-ચર્ચા
૧. મારા સંપાદનમાં મુખ્ય પ્રતને ક પ્રત તરીકે અને બાકીની નવને ખ થી 8 પ્રત તરીકે ઓળખાવી છે.
કવિ સરસ્વતીની સ્તુતિ આ શબ્દોમાં કરે છે : મુખ્ય પ્રત ક માં - રવિશશિમંડલ કુંડલ કિધા, તારા મસિ મુગતાફલ વિદ્ધા' (સૂર્યચંદ્રનાં તે કુંડળ કર્યા છે ને તારારૂપી મોતી એમાં પરોવ્યાં છે.)
હવે મોટા ભાગની પ્રતો કે પ્રતના વિદ્ધા' પાઠને સ્થાને કિમ્બા' કે “લીબ્રા' પાઠ આપે છે. પણ મુખ્ય પ્રતનો ‘વિદ્ધા પાઠ જ વધુ કાવ્યોચિત કરે એમ છે. કેમ કે ‘ક્રિા” પાઠ લઈએ તો “કિદ્ધા' ક્રિયારૂપ બેવડાય છે. કુંડલ કિધા - મુગતાફલ કદ્ધા.” “વિદ્ધા' પાઠ સ્વીકારવાથી સૂર્યચંદ્રરૂપી કુંડળમાં તારારૂપી મોતીઓ પરોવવાનું જે સૌદર્યસભર ચિત્રનિર્માણ થાય છે તે કીદ્ધા કે “લીદ્ધાથી થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org