________________
હસ્તપ્રતનું સાંસ્કૃતિક - શૈક્ષણિક મૂલ્ય અને કેટલીક હસ્તપ્રત ૧૪૩ પણ જ્યારે મેં “ગુણરત્નાકરછંદ'નું સંશોધન હાથ ધર્યું ત્યારે એની બધી જ હસ્તપ્રતોમાં (મેં ઉપયોગમાં લીધેલી દસેય હસ્તપ્રતોમાં) આરંભની ૧ થી ૧૪ કડી સરસ્વતી માતાની સ્તુતિરૂપે મળે છે. આમ “સરસ્વતીમાતાનો છંદ' એ ‘ગુણરત્નાકરછંદ' અંતર્ગત આરંભિક પઘાંશ જ છે. પણ એમ બન્યું હોવાનું જણાય છે કે આ સ્તુતિએકમ અલગ રીતે પાછળથી લિપિબદ્ધ થયું હોઈ એ આ કવિની જુદી રચના ગણાઈ ગઈ છે. આમ એ જાણી શકાયું કે સરસ્વતી માતાનો છંદ’ અને ‘ગુણરત્નાકરછંદ' અંતર્ગત આરંભનો પઘાંશ એ અભિન્ન રચના છે.
વળી “સરસ્વતી માતાનો છંદ'નું રચનાવર્ષ જે અપ્રાપ્ય હતું. તે પણ હવે નિશ્ચિત થઈ શક્યું. કેમ કે ‘ગુણ' નું સં. ૧૫૭૨ (ઈ.સ. ૧૫૧૬)નું રચનાવર્ષ એની હસ્તપ્રતોમાં પ્રાપ્ત થાય છે.
૨.'ગુણરત્નાકરછંદ' ના સંપાદન માટે જે ૧૦ હસ્તપ્રતોને ઉપયોગમાં લીધી એમાંથી લા.દ.ભા.સં. વિદ્યામંદિર, અમદાવાદની હસ્તપ્રત (ભૂ.ક. ૫૦૬૮) માં છેલ્લા પાના ઉપર ત્રણ લીટીએ જ્યાં “ગુણરત્નાકરછંદ' કૃતિ પૂરી થાય છે તે પછીની ખાલી જગામાં ખૂબ જ ઝીણા અક્ષરોમાં લખાયેલી જગડૂસાહછંદ' નામની બે નાની કૃતિઓ પ્રાપ્ત થઈ. એક છે કડીની અને બીજી બે કડીનું કવિત્રયુગલ.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આપણે ત્યાં “છંદ' સ્વરૂપી રચનાઓનો પણ એક પ્રવાહ વહ્યો છે. એમાં દીર્ઘ-લઘુ એમ બન્ને પ્રકારની, છંદોવિધ્યવાળી તેમ જ એક જ સળંગ છંદમાં રચાયેલી છંદરચનાઓ પ્રાપ્ય છે. સૌથી વધુ સ્તુતિ-પ્રશસ્તિના છંદો રચાયા છે. એની તુલનામાં ઐતિહાસિક વિષયવસ્તુવાળા છંદો જૂજ છે. જેમાં સૌથી મહત્વની છંદરચના યાદ આવે જૈનેતર કવિ શ્રીધર વ્યાસની ‘રણમલ્લ છંદ'. તો આવા ઐતિહાસિક વિષયવસ્તુવાળી છંદરચનાઓમાં આ પ્રાપ્ત જગડૂસાહ છંદ' કૃતિ એક મહત્ત્વનો ઉમેરો કરે છે. કેમ કે એ કૃતિમાં કેટલીક મહત્વની ઐતિહાસિક દસ્તાવેજી ઘટનાઓ ઉપલબ્ધ છે. સં. ૧૩૧૫ના વર્ષમાં ગુજરાત સમેત ઘણાં રાજ્યોમાં ભીષાગ દુષ્કાળ પડ્યો ત્યારે કચ્છ- ભદ્રેશ્વરના જગડૂશા શેઠે ગુજરાતના રાજા વીણલદેવને, સિંધના હમીરને, દિલ્હીના સુલતાનને, માળવાના-કાશીના રાજાઓને કોને કેટલું અનાજ ગરીબોને વહેંચવા આપેલું એની આંકડાવાર વિગતો એમાં પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org